તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકશાન:લખતર પંથકમાં ડબલ ઋતુના કારણે કપાસના પાકમાં નુકસાની

લખતર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
લખતર પંથકમાં વાતાવરણમાં અચાનક ફેરફારને કારણે પાકમાં નપકશાની વેઠવાનો વારો ખેડૂતોને સતાવી રહ્યો છે. - Divya Bhaskar
લખતર પંથકમાં વાતાવરણમાં અચાનક ફેરફારને કારણે પાકમાં નપકશાની વેઠવાનો વારો ખેડૂતોને સતાવી રહ્યો છે.
 • પહેલા ઝાકળના કારણે તો હવે ગરમી પડવાના કારણે કપાસનો ફાલ ખરી જવાના કે ઝીંડવા ફાટવાના બદલે ગોંગડા થવાની ફરિયાદો ઊઠવા પામી

ઝાલાવાડમાં બે વર્ષથી ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક અપૂરતા વરસાદને કારણે પાકનું નુકશાન થઇ રહ્યું છે. ત્યારે ચાલુ સાલે પણ ઝાકળ પડવાનાં કારણે તો ગરમી પડવાનાં કારણે કપાસનો ફાલ ખરી જવાના કે ઝિંડવા ફાટવાના બદલે ગોંગડા થવાની ફરિયાદો ઉઠવા પામી છે.

લખતરમાં ખેડૂતોને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનાં નીર મળી રહ્યા છે. પરંતુ કુદરતને તે મંજૂર ન હોય તેમ વહેલી સવારે ઝાંકળ પડવાનાં કારણે કપાસ પર આવેલ ફાલ ખરી જવાનો ભય સતાવે છે. તો ક્યાંક ક્યાંક ઝિંડવાને આ અસર થતા તે ફાટવાના બદલે કરમાઈ જતાં અથવા તો ફાલ જ ખરી જતો હોવાનો ઘાટ સર્જાતો જોવા મળે છે.

આ અંગે સદાદ ગામનાં ધરમસિંહ એ જણાવ્યું કે કપાસ ફાલમાં હોય ત્યારે જો જાકળ પડે તો તે ખરી જાય છે. અને જો ઝીંડવા બેસી ગયા હોય તો તે ફાટવાના બદલે કરમાઈ જતાં ગોંગડા એટલે કે કપાસ વગરના થઈ જાય છે. આમ તાલુકાનાં ખેડૂતોને કુદરત રૂઠી હોવાનો અનુભવ કેટલાકને સતાવી રહ્યો જોવા મળે છે. આમ સતત બે વરસથી તાલુકાનાં ખેડૂતોને લીધેલા પાકમાં વાતાવરણમાં અચાનક ફેરફારને કારણે નુકશાની જ વેઠવાનો વારો આવતો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો