દુર્ઘટના:લખતર બસ સ્ટેન્ડ વિસ્તારના SBI ATMના છતમાંથી પોપડા ખર્યા

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સરકારી દવાખાને લઇ જવાયો

લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ આવેલું છે. આ એટીએમ રૂમની છત માંથી પોડા પડતા રૂપિયા ઉપાડવા આવેલ એક વ્યક્તિને ઇજાપહોંચતા સારવાર આપવામાં આવી હતી. લખતરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બે એટીએમ આવેલા છે. એક લખતર મેઈન બજાર નજીક SBI ની બ્રાન્ચ નજીક અને બીજું લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્ટેટ હાઇવે ઉપર આવેલું છે. ત્યારે તા.5-1-22ને ગુરૂવારનાં રોજ સવારનાં સુમારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ એટીએમ મશીનમાં એક વ્યક્તિ રૂપિયા ઉપાડવા ગયા હતા.

તેવા સમયે એટીએમ રૂમની છતમાંથી પોડા પડ્યા હતા. છતમાંથી પોડા પડતા અંદર રૂપિયા ઉપાડવા આવેલ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. તે વ્યક્તિને ઇજા થતા આસપાસના વ્યક્તિ દ્વારા લખતરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે સામાન્ય ઇજા હોઈ સારવાર કરી રજા આપી હતી. સદનસીબે એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલ વ્યક્તિની 2 દીકરી એટીએમ રૂમની બહાર ઉભી હોવાથી તેને કોઈ ઇજા થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...