તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરનો ગઢ 127 વર્ષથી અડીખમ:અઢી કિમી લાંબા આ કિલ્લાનું બાંધકામ ધૂળેટીના દિવસે શરૂ કરાયું હતું, 3858 દિવસે પૂર્ણ થયું હતું

લખતર2 મહિનો પહેલાલેખક: સતિષ આચાર્ય
 • કૉપી લિંક

લખતર રાજ્ય સમયે લખતર ગામ ફરતે તે સમયના પ્રજાવત્સલ રાજવીએ પોતાનાં રાજ્યના લોકોની સલામતીને ધ્યાને લઇને કિલ્લો બંધાવ્યો હતો. જે આજે પણ સવાસો વર્ષ કરતા પણ વધુ સમય થયો હોવા છતાં અડીખમ ઊભો રહી ગામની રક્ષા કરતો જોવા મળે છે. ત્યારે આજથી લગભગ 137 વર્ષ પહેલાં ધુળેટીના દિવસે જ આ કિલ્લાનું બાંધકામ શરૂ થયું હોવાનું જાણવા મળે છે. ત્યારે ગામલોકો તંત્ર આ કિલ્લાને આરક્ષિત સ્થળોમાં સમાવેશ કરી વિકસાવે તેવું ઝંખી રહ્યા છે.

જૂના લખતર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજીએ અંગ્રેજ શાસનમાં ગામ ફરતે દિવાલ બનાવવાની મંજૂરી લીધી. અને બાદમાં સંવત 1940ને ફાગણ વદ એકમ(ધુળેટી)ના રોજથી દિવાલને બદલે કિલ્લો બંધાવવો શરૂ કરેલો. સમગ્ર ગામ ફરતે આ કિલ્લો સંવત 1950માં આસો સુદ દસમનાં રોજ તૈયાર થયેલો. પરંતુ દિવાલની મંજૂરી લઈ કિલ્લો બનાવ્યો હોવાથી તે સમયે લખતર રાજ્યના આ પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી બાપૂરાજે અંગ્રેજ શાસનની નજરકેદ પણ ભોગવી હોવાની જાણકારી પ્રાપ્ત થતી જોવા મળે છે. આમ આ ગામ ફરતે કિલ્લો (ગઢ) બાંધવામાં 10 વર્ષ 6 મહિના એટલે કે 3858 દિવસ લાગ્યા હતા. આ કિલ્લાની લંબાઈ લગભગ અઢી કીમી અને ખર્ચ એકાદ લાખનો થયો હોવાનું જાણવા મળે છે.

આ કિલ્લાની વિશેષતા એ છે કે કિલ્લાને ચાર દરવાજાઓ આવેલા છે. જેમાં શિયાણી દરવાજો, ઊગમણો દરવાજો, આથમણો દરવાજો અને પાટડી દરવાજાનો સમાવેશ થાય છે. તો કિલ્લામાં બે બારી બ્રહ્નપોળની બારી અને કાદેસરની બારી એમ બે બારીઓ આવેલી છે. આ ગામ ફરતે આવેલ કિલ્લો લગભગ એકસો સત્યાવીસ વર્ષથી અડીખમ લખતરની અસ્મિતા સમો ઊભો છે. તો સમગ્ર ગુજરાત રાજ્યમાં એકમાત્ર અડીખમ કિલ્લો (ગઢ) આ લખતરનો હોવાનું જાણકારો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો