તંત્ર સફાળુ જાગ્:લીંબડી-દેગામ રૂટની ST બસ ફરી શરૂ કરાતા ખુશી,અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી ડેપો દ્વારા લીંબડી - દેગામ રૂટની બસ બંધ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવા અંગેના અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર સફાળુ જાગ્યું જોવા મળે છે. અને આ બસ રૂટ શરૂ કરાયો હોવાનુ જોવા મળે છે. હાલમાં લગનગાળો ચાલી રહ્યો છે. તેવામાં લખતર તાલુકાના દેવળીયા, તાવી જેવા વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી લીંબડી ડેપોની લીંબડી-દેગામ રૂટની બસ ડેપો દ્વારા છાશવારે બંધ કરી દેવામાં આવતાં ગ્રામ્ય વિસ્તારની જનતાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

જે અંગેની રજૂઆત જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતસિંહ રાણાએ ડેપો મેનેજરને કરી હોવા અંગેના અહેવાલ તા.8-12-2020 રોજ પ્રસિદ્ધ થયા હતા. ત્યારે આ અહેવાલ પ્રસિધ્ધ થતાં એસ.ટી.તંત્ર સફાળું જાગ્યું જોવા મળે છે. અને એસ.ટી. તંત્ર દ્વારા લીંબડી-દેગામ રૂટની બસ ફરી એકવાર શરૂ કરાતા આનંદની લાગણી જોવા મળી હતી. આમ, દિવ્યભાસ્કર ફરી એકવાર લોકોના પ્રશ્ન ઉજાગર કરીને તેને હલ કરવામાં સફળ થયું જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...