મુલાકાત:લખતર-વિઠ્ઠલાપરા રોડનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરો : મંત્રી

લખતર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ અધિકારીઓ પાસેથી ફોરલેન રોડનાં કામ અંગે માહિતી મેળવી કામને લગતી જરૂરી સૂચનાઓ આપી

લખતર-વિઠ્ઠલાપરા રોડ ઉપર ચરમાર્ગિય (ફોરલેન) રોડની કામગીરી ચાલી રહી છે. તેવામાં રાજ્યના પંચાયત મંત્રીએ ચાલતા રોડનાં કામની મુલાકાત કરી હતી. જ્યાં મંત્રીએ કામગીરીને બારીકાઈથી નિહાળી હતી. ત્યારબાદ તેઓએ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમ્યાન કામને લગતા જરૂરી સૂચનો પણ કર્યા હતા.

રાજ્યના પંચાયત અને શ્રમ મંત્રી બ્રિજેશ મેરજાએ દસાડા વિધાનસભા બેઠક હેઠળનાં લખતરના વિસ્તારોની મુલાકાત કરી હતી. ત્યારે લખતરથી વિઠ્ઠલાપરા બોર્ડર સુધી ચારમાર્ગીય રોડ બનાવવાની કામગીરી શરૂ છે. તેની રાજ્યમંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. કામગીરીના સ્થળ ઉપર પહોંચી મંત્રીએ જાતે કામનું નિરીક્ષણ કર્યું હતું.

ત્યાં કરેલા કામનાં મટીરીયલની પણ તપાસ કરી હતી. બાદમાં તેઓએ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી રોડનાં કામ અંગે માહિતી મેળવી હતી. તો કામને લગતી જરૂરી સૂચનાઓ પણ મંત્રી દ્વારા આપવામાં આવી હતી.

જેમાં ખાસ કરીને રોડનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ રોડનું કામ ચાલુ હોય તે સમયે વાહનચાલકો કે મુસાફરોને કોઈપણ જાતની હાલાકી ન ભોગવવી પડે તે અંગે વિશેષ ધ્યાન રાખી કામગીરી કરવા જણાવ્યું હતું. મંત્રીની રોડની મુલાકાત સમયે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...