ક્રાઈમ:તલસાણા ખાતે જાતિય સતામણીની ફરિયાદ નોંધાઇ

લખતર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર તાલુકાનાં તલસાણા ગામે સગીરાએ બે શખ્સો વિરુદ્ધ જાતિય સતામણીની ફરિયાદ લખતર પોલીસ મથકે નોંધાવી હોવાનું જાણવા મળે છે.   આ અંગે મળતી વિગત એમ છે કે લખતર તાલુકાનાં તલસાણા ગામની સગીરાએ તલસાણા ગામનાં જ વિક્રમ દલસુખભાઈ ડાભી તથા ભુપતભાઈ છેલાભાઈ મેણીયા સગીરાની પજવણી કરતાં હોઇ અને તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી સગીરા બહાર જાય ત્યારે જાતિય સતામણી કરતાં હોવાની ફરિયાદ લખતર પોલીસમાં નોંધાવી હોવાનું જાણવા મળે છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ ટૂક સમયમાં આરોપીઓની ધરપકડ કરી દેશે.

અન્ય સમાચારો પણ છે...