તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:લખતરમાં ટ્રસ્ટની મંજૂરી વગર ટ્રસ્ટની માલિકીની જગ્યામાં પૂજારી દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ સામે ફરિયાદ

લખતર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ જોડાણ માટે ખોટા દસ્તાવેજો ઊભા કરી, રિનોવેશન મંજૂરી વગર કરાવ્યાની રાવ

લખતર શહેરમાં આવેલા જાળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી દ્વારા ટ્રસ્ટીઓની મંજૂરી વગર વીજ જોડાણ લેવા ખોટા દસ્તાવેજો ઊભા કરી, મકાનનું રિનોવેશન પણ મંજૂરી લીધા વગર કરાવવા વગેરે કાર્યો કરી ટ્રસ્ટની આવક વાપરીને ઉચાપત કરતા હોવા અંગેની લેખિત ફરિયાદ લખતર પોલીસમાં આપી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર પૂજારી મહેશપૂરી ગોસ્વામી પીજીવીસીએલમાં ઈલેક્ટ્રિશિયન તરીકે સર્વિસ કરે છે. જેથી તેઓએ પોતાની લાગ-વગ થકી વીજકનેક્શનના ફોર્મમાં પોતે સહી કરી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર દર્શાવી કોઈપણ વ્યક્તિનું લાઇટ બિલની કોપી મૂકી અને ખોટી રીતે વીજ કનેક્શન મેળવવા અરજી કરી હતી.

જે અરજીના આધારે પીજીવીસીએલના અધિકારીઓએ અરજદાર પીજીવીસીએલમાં નોકરી કરતા હોય કોઈપણ જાતની તપાસ કર્યા વગર અને ટ્રસ્ટ કે ટ્રસ્ટીની સંમતિ વગર વીજળી કનેક્શન ઊભુ કરેલું છે. ત્યારે તેમણે ફોર્મમાં ઝુપડપટ્ટી વિસ્તાર દર્શાવ્યો છે તેવો કોઈ જ વિસ્તાર મંદિરની આસપાસ પણ નથી.

કોઈ પ્રસંગમાં જમણવાર કરવા રોકડા પૈસા લઈ વાપરવા આપે છે. આ રકમ ટ્રસ્ટમાં જમાં કરાવતા નથી અને અંગત ઉપયોગમાં વાપરે છે. જેથી નાણાંની ઉચાપત કરતાં હોય તેવું પણ ફરિયાદમાં જણાવ્યું છે. તો ટ્રસ્ટની માલિકીની જગ્યામાં કોઈપણ પ્રવૃત્તિ કે વીજ કનેક્શન મેળવવા ટ્રસ્ટ કે ટ્રસ્ટીઓની મંજુરી જરૂરી છે. તેવી કોઈ મંજૂરી ટ્રસ્ટે આપી ન હોવા છતાં આ મિલ્કતને તોડફોડ કરી નુકશાન પહોંચાડેલું છે.

અન્ય સમાચારો પણ છે...