તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:લખતર તાલુકાના સદાદના ઉંટેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાના સદાદ ગામે આવેદા ઉટેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસિય પુન:પ્રતિષ્ઠા મહોત્સવનું આયોન કરાયું છે. - Divya Bhaskar
લખતર તાલુકાના સદાદ ગામે આવેદા ઉટેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસિય પુન:પ્રતિષ્ઠા મહોત્સવનું આયોન કરાયું છે.
  • શિવલિંગની પ્રતિષ્ઠા શ્રાવણ વદ આઠમે તે સમયના રાજવીએ કરી હતી

લખતર તાલુકાનાં સદાદ ગામની સીમમાં આવેલ સ્વયંભૂ ઉંટેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેનો તા.25 ઓગસ્ટના દિવસે પ્રારંભ લખતરના નામદાર ઠાકોર સાહેબનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

લખતર તાલુકા મથકથી છએક કિમી દૂર લખતર તાલુકાનું સદાદ ગામ આવેલું છે. સદાદ ગામની સીમમાં લખતરના ભૂત પરિવારનાં ખેતરમાં સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ કે જે ઉંટેશ્વર મહાદેવના મંદિર તરીકે જાણીતું છે. આ મંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા શ્રાવણ વદ આઠમના દિવસે તે સમયના રાજવી કરણસિંહજી બાપુરાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવે આ ઉંટેશ્વર મહાદેવની જગ્યામાં આજે તા.25 ઓગસ્ટને બુધવારના રોજથી ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેની લખતરના નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઝાલાએ દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી.

તો બીજે દિવસે એટલે કે શ્રાવણ વદ ચોથને તા.26-8-21ને ગુરુવારના રોજ હોમાત્મક લઘુરુદ્ર યોજાશે. તેમજ શ્રાવણ વદ પાંચમને તા.27-8-21ને શુક્રવારના રોજ પુનઃ પ્રતિષ્ઠા કરી બપોરે પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવનાર હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...