તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:મોતીસર તળાવની પાળવાળો રસ્તો બનાવવાની કામગીરી શરૂ

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે સાથે જોડતો રોડ 3 વર્ષથી બિસમાર હાલતમાં હતો

લખતર શહેરનાં મોતિસર તળાવની પાળ અને ગઢની રાંગ પાસેથી પસાર થતો રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હતો. આ અંગે દિવ્યભાસ્કરમાંરા સતત આ સમાચારો પ્રસિદ્ધ કરી લોકોની મુશ્કેલીઓ ઉજાગર કર્યા હતા. આથી કુંભકર્ણની નિંદ્રામાંથી તંત્રએ જાગીને અંતે આ રોડ બનાવવાનું કામ શરૂ કર્યું છે. લખતર શહેરને સ્ટેટ હાઇવે સાથે જોડતો મોતિસર તળાવની પાળવાળો રોડ છેલ્લા ત્રણેક વર્ષના સમયથી બિસ્માર હાલતમાં હતો. દર ચોમાસામાં આ રોડ ઉપરથી પસાર થવું લગભગ મુશ્કેલ હતું. ત્યારે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ જિલ્લા કલેકટરને આ રોડ અંગે યોગ્ય કરવા ત્રણ વર્ષ પહેલા લેખિતમાં જણાવવામાં આવ્યું હતું.

તેમ છતાં આ રોડ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી 2 મહિનાથી ‘દિવ્યભાસ્કર’ દૈનિકે સતત આ રોડ બિસ્માર હોવાનાં કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી તે અંગેના અહેવાલો પ્રકાશીત કર્યા હતા.

જે અનુસંધાને 17-5-21, 21-5-21, 20-6-21, 27-6-21 તથા 30-6-21 એમ સતત દોઢ મહિનામાં પાંચેક વખત અહેવાલ પ્રસિધ્ધ કર્યા હતા. જે અહેવાલને કારણે તંત્ર બેબાકળુ જાગ્યું હતું. અને લખતર શહેરને સ્ટેટ હાઇવે સાથે જોડતા મોતિસર તળાવની પાળવાળો રોડની કામગીરી હાથ ધરી છે. આ રોડ ડામરનો બનાવવામાં આવી રહ્યો છે.આમ લોકોની મુશ્કેલીઓને ઉજાગર કરી તંત્રને જગાડવામાં સફળ થયું છે.

અન્ય સમાચારો પણ છે...