તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વણા ગામે ઘરફોડ, ઘરેણાં સહિત સવા લાખની ચોરી, રસોડાનાં દરવાજાનું પતરું વાળીને અજાણ્યા શખ્સોનો ઘરમાં પ્રવેશ

લખતર9 દિવસ પહેલા
 • કૉપી લિંક

લખતર તાલુકાના વણા ગામે બુધવારે તસ્કરોએ એક ઘરમાં હાથફેરો કરી ગયા. જેમાં ઘરેણાં સહિત લગભગ સવા લાખથી વધુની ચોરી થઈ હોવાની લખતર પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.લખતરના વણા ગામમાં મનસુખભાઈ વાઘેલાએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર તા.31ને બુધવારના રોજ સવારે તેઓનાં પત્ની ખેત મજૂરી અર્થે ગયેલા અને ત્યારબાદ તે પોતે નોકરીએ ગયા હતા.

તે દરમિયાન ઘરના રસોડાનાં દરવાજાનું પતરુ વાળીને અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રહેલી બે તિજોરીઓને ચાવી વડે ખોલીને ચોરી કરી ગયા હતા. જેમાં સોનાની મગમાળા, ચૂંક-2, બુટિયા, સીટ સહિત અન્ય વસ્તુ તેમજ ચાંદીનાં છડા, ઝૂડો, ઝાંઝરી, માછલી સહિત રૂ.60,000ના ઘરેણાં તથા રૂ.70,000 રોકડા મળી કુલ રૂ.1,30,000ની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ લખતર પોલીસમાં નોંધાવી છે. આ અંગેની તપાસ લખતર પી.એસ.આઇ. એચ.એમ.રબારી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો