તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધનો વંટોળ:બાબાજીપરાના ગ્રામજનોનો એકસૂ્ર ‘કોઇ પક્ષે પ્રચાર કરવા આવવું નહિ’

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાબાજીપરામાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી પ્રચાર કરવા આવવું નહિનલ સૂ્ર ઉઠાવ્યો.  - Divya Bhaskar
બાબાજીપરામાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી પ્રચાર કરવા આવવું નહિનલ સૂ્ર ઉઠાવ્યો. 
  • મહિલા ખેડૂતને ત્યાં મંજૂરી વિના વીજપોલ નખાતાં વિરોધનો વંટોળ

લખતર તાલુકાનાં બાબાજીપરાં ગામ સામે માંડવરાયજી હોટેલ આવેલી છે. આ હોટલનાં કમ્પાઉન્ડમાં પેટ્રોલ પંપ બનતો હોવાથી આ કમ્પાઉન્ડમાં રહેલા વીજપોલ યુજીવીસીએલ દ્વારા તેઓનાં કમ્પાઉન્ડમાંથી વીજપોલ કાઢી નાંખી બાબાજીપરાં ગામનાં રંજનબેન કાંતિભાઈના ખેતરમાં ખેડૂતની સંમતિ વગર વીજપોલ નાંખી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

જેના કારણે તા.1-2-2021ના રોજ બાબાજીપરાં ગ્રામજનો દ્વારા આ વીજપોલ ખેતરમાંથી હટાવવા અંગેનું આવેદનપત્ર લખતર મામલતદારને આપ્યું હતું. ત્યારે તા. 2-2-21ના રોજ ગ્રામસભા બોલાવી તેમાં સમગ્ર ગામનાં લોકો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા.3-2-21ના રોજ બાબાજીપરાં ગ્રામજનોએ એકઠા થઈ ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી ગ્રામજનોએ ગામમાં એકેય રાજકીય પક્ષોએ પ્રચાર કરવા આવવું નહિ તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો