તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:લખતર પોલીસ મથકે આવવાનું કારણ પૂછતાં PSO પર હુમલો

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં સારવાર લેતા PSO. - Divya Bhaskar
હોસ્પિટલમાં સારવાર લેતા PSO.
  • પોલીસકર્મીને સરકારી દવાખાને દાખલ કરાયા
  • પોલીસે એક શખ્સની અટકાયત કરી, શનિવારે લખતર બંધનું એલાન આપ્યું

લખતર પોલીસ સ્ટેશનમાં 8 જુલાઈ ગુરૂવારે રાત્રે સાડા નવ વાગ્યે પોલીસ સ્ટેશન ઓફિસર ફરજ પર હતા. દરમિયાન આરોપીઓ આવતા તેઓને આવવાનું કારણ પૂછતાં ઉશ્કેરાઈ જઈ પીએસઓના માથાના પાછળના ભાગે ઇજા કરી મૂંઢ માર માર્યા અંગેની જાણ જિલ્લા મથકે થતાં જ જિલ્લાના પોલીસ અધિકારીઓ લખતર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.

ગાંધી ચોકમાં બંધનું બોર્ડ મુકાયા.
ગાંધી ચોકમાં બંધનું બોર્ડ મુકાયા.

ભોગ બનનાર પીએસઓને સુરેન્દ્રનગર સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. લખતર પોલીસમાં ફરજ બજાવતા જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રાત્રે કલાકે પીએસઓ તરીકે ફરજ પર આવ્યા હતા. રાત્રિના સાડા નવ કલાકે અનિલભાઈ મહેન્દ્રભાઈ ઉર્ફે મનાભાઈ વાઘેલા તથા તેમના પત્ની પોલીસ સ્ટેશન આવતા તેઓની રજૂઆત અંગે પૂછતાં અનિલભાઈએ ઉશ્કેરાઈ જઈ ફરજ બજાવી રહેલા જયદીપસિંહ ઉપર ઈંટ દ્વારા માથાના પાછળના ભાગે ઇજા કરી બંનેએ પીએસઓને મૂંઢ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધાયો હતો.

બીજી તરફ ઇજાગ્રસ્ત જયદીપસિંહને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ બન્યાની જાણ લખતર શહેરમાં થતાં જ લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને આવા તત્વો સામે લાલઆંખ કરી યોગ્ય નશયત થાય તેવી લાગણી દર્શાવી હતી. આ બનાવના પગલે ક્ષત્રિય સમાજ આગેવાનોએ લખતર શહેરના બજારો બંધ રાખવા આહવાન કર્યુ છે. શહેર બંધ રાખવા ના નિર્ણયને લખતર તાલુકા રાજપૂત કર્ણી સેનાએ પણ ટેકો આપી બંધ રાખવા અપીલ કરી હતી.

આ આહ્વાન કરતું બોર્ડ લખતર શહેરના ગાંધીચોક અને બાળ બોધ ચોકમાં મૂકી લખતર શહેરના તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારના ધંધાર્થીઓ ને તેમના ધંધા રોજગાર બંધ રાખી ટેકો આપવા વિનંતી કરી હતી. જ્યારે આ બનાવની વધુ ઝીણવટભરી તપાસ માટે જિલ્લામાંથી એફએસએલની ટીમ પણ લખતર પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...