તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઝડપી કરાવવા મામલતદારને આવેદન

લખતર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાના ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં ખરીદી અંગે મામલતદારને આવેદન પાઠવ્યું. - Divya Bhaskar
લખતર તાલુકાના ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં ખરીદી અંગે મામલતદારને આવેદન પાઠવ્યું.
  • લખતર તાલુકાના 647 ખેડૂતોના રજિસ્ટ્રેશન સામે 15 દિવસમાં 80 ખેડૂતના જ ટેકાના ભાવે ઘઉં ખરીદાયાં

લખતર તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી હાલમાં ચાલે છે. પરંતુ ખરીદી ધીમી ઝડપે થતી હોવાની ફરિયાદ સાથે તાલુકાનાં ખેડૂતોએ લખતર તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તાલુકાના 647 ખેડૂતોએના રજિસ્ટ્રેશન સામે 15 દિવસમાં 80 ખેડૂતની જ ટેકાના ભાવે ખરીદી થઇ છે.

છેલ્લો દિવસ 30 જૂન હોવાથી કાર્યવાહી ઝડપી કરવા માગ કરાઇ હતી. 10-6-21ને ગુરુવારે ગાંધીનગરની વિજિલન્સ ટીમના બી.બી.રાવલ, કે.એલ.પટેલે લખતર ઘઉંની ખરીદી શરૂ છે તે જગ્યાની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીને વેગવંતિ બનાવવા માટે કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી.

સરકાર દ્વારા ખેડૂતોની જણસની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે. તેવી જ રીતે ઘઉંની ખરીદી પણ લખતર તાલુકામાં 25-5-21ના રોજથી શરૂ કરાઈ છે. આ ખરીદી શરૂ થયાને આજે પંદર દિવસ થયા હોવા છતાં માત્ર 80થી 85 ખેડૂતનાં ઘઉંની ખરીદી થઈ છે. જો આ ગતિએ જ ખરીદી થાય તો ખરીદીની છેલ્લી 30-6-21 સુધીમાં 300 ખેડૂતના ઘઉંની ખરીદી માંડ થઈ શકે તેમ છે.તેને અનુલક્ષીને ઢાંકીને ઘનશ્યામભાઈ રણછોડભાઇની આગેવાનીમાં લખતર તાલુકાના ખેડૂતોએ લખતર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...