લેખિત રજૂઆત:લખતરની શ્રેયાંશ સોસાયટીના રહીશોનું મામલતદારને આવેદનપત્ર

લખતર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ઘરોમાં પાણી ભરાય છે

લખતર શહેરનાં પોલીસ સ્ટેશન નજીક આવેલ શ્રેયાંશ સોસાયટીમાં વરસાદી પાણી નિકાલ ન થતા ઘરો સુધી પાણી પહોંચી રહ્યા છે. આથી રોષે ભરાયેલા રહેવાસીઓએ તેમના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ તેમજ દબાણ અંગે લખતર મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.

લખતર શહેરનાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રેયાંશ સોસાયટીમાં છેલ્લાં ઘણા સમયથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે. આ વિસ્તારના રહેવાસીઓએ કંટાળીને અંતે લખતર મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. તેઓએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર શ્રેયાંશ સોસાયટીમાં દબાણનું પ્રમાણ વધુ હોય તેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. આ નિકાલ ન થયેલા પાણી અમારા વિસ્તારના નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જ્યારે વિસ્તારમાં આવેલા રસ્તા પરના દબાણો દૂર કરી પાણીનો નિકાલ કરવા માટે લખતર મામલતદારને પાસે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...