તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:અંજાર પાસે વીરગતિ પામેલા તલવણીના યુવકના નામની તકતી મૂકવા માંગ કરાઇ

લખતર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ક્ષત્રિય યુવાનોએ આસપાસનાં કોઈપણ જાહેર સ્થળને વિરગતી પામેલા આ યુવાનનું નામાભિધાન કરાય તેવી માંગ કરી છે. - Divya Bhaskar
ક્ષત્રિય યુવાનોએ આસપાસનાં કોઈપણ જાહેર સ્થળને વિરગતી પામેલા આ યુવાનનું નામાભિધાન કરાય તેવી માંગ કરી છે.
 • મહિલાનું પર્સ છોડાવવા જતાં લૂંટારૂઓએ હત્યા કરી હતી
 • ગુરુવારે સાંજે દસાડા-લખતર વિસ્તારના MLAને પણ રજૂઆત કરાઇ હતી

લખતરના તલવણી ગામનાં યુવાને કચ્છનાં અંજાર-વરસામેડી રોડ ઉપર મહિલાનું પર્સ લઇ ભાગતા શખ્સોનો પીછો કરી પર્સ આંચકી લેતાં લુંટારૂઓએ યુવાન ઉપર હથિયારો વડે હુમલો કરતાં તનું મૃત્યુ થયું હતું. જેને લઇને પંથકના ક્ષત્રિય યુવાનોએ આસપાસનાં કોઈપણ જાહેર સ્થળને વિરગતી પામેલા આ યુવાનનું નામાભિધાન કરાય તેવી માંગ કરી છે. તલવણી ગામનાં પૃથ્વીરાજસિંહ ગિરવાનસિંહ ઝાલા કચ્છના અંજાર-વરસામેડી રસ્તા પર મહિલાનું પર્સ લૂંટી ભાગેલા શખ્સનો ચારેક કિલોમીટર પીછો કરી પર્સ બચાવી લીધું હતું પરંતુ લુંટારૂઓએ તીક્ષ્ણ હથિયારો વડે પૃથ્વીસિંહ ઉપર જીવલેણ હુમલો કરતા તેઓ વિરગતિને પામ્યા હતાં.

પૃથ્વીરાજસિંહ ગિરવાનસિંહ ઝાલા, વીરગતિ પામેલ યુવાન
પૃથ્વીરાજસિંહ ગિરવાનસિંહ ઝાલા, વીરગતિ પામેલ યુવાન

તેથી લખતરના તલવણી ગામે ગામનાં આસપાસના ક્ષત્રિય યુવાનો અને અગ્રણીઓ સાથે મળી લોકોને પ્રેરણા મળે તેવા આશયથી આ વીરગતિ પામેલ યુવાનનું નામ તલવણી ગામમાં અથવા આસપાસનાં કોઈ જાહેર સ્થળને નામાભિધાન કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ સમયે શક્તિસિંહ રાણા(તાવી), યુવરાજસિંહ રાણા(વરસાણી), યુવરાજસિંહ રાણા( તલવણી) તથા ધ્રુવરાજ સિંહ ચુડાસમા(સુરેન્દ્રનગર) સહિતના અગ્રણીઓ તથા યુવાઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ગત સાંજે તલવણી ગામનાં યુવાનોએ દસાડા -લખતર વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીને પણ આ અંગેની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો