તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેખિત અરજી:ઢાંકી ગામ નજીકનાં એન.સી.- 32 પંપિંગ સ્ટેશનના વર્કરોને છૂટા કરાતાં રોષ ફેલાયો

લખતર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખતર તાલુકાના ઢાંકી ગામ નજીક એન.સી.30 અને એન.સી.32માં કામ કરતા વર્કરોને અચાનક છૂટા કરી દેવામાં આવતા વર્કરોમાં રોષ વ્યાપી ગયો હતો. અને તેઓએ અધિકારી સામે રૂપિયાની માંગણીના આક્ષેપ સાથે તેમજ જાનથી મારી નાંખવાની લેખિત અરજી કરી હતી.

લખતર પોલીસમાં રમેશભાઈ બાવળીયાએ કરેલ લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર તા.27-6-21ના રોજ તેઓની સાથે કામ કરતા મયુરભાઈ રમણીકભાઇ ચવલિયાને GWIL ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના આસિસ્ટન્ટ મેનેજર આકાશ પંચાસરા દ્વારા મયુરભાઈ સવારે 6:45 એ કામ પર પહોંચ્યાહતા. તેઓએ GWIL ના સિનિયર મેનેજર કોમલબેન અડાલજાની સૂચનાથી છૂટા કરી દેતા રમેશભાઈ બાવળિયા તેમજ કિશનભાઇ મહેરિયા દ્વારા મયુરભાઇને છૂટા ન કરવાની વિનંતી કરી હતી. આ બંને ને પણ છૂટા કરી કેમ્પસની બહાર નીકળવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું જણાવાયું હતુ. ત્યારબાદ તેઓની સાથે કામ કરતા અન્ય વર્કરોએ તે ત્રણેય લોકોને માફ કરવા માટે આકાશ પંચાસરા ને વિનંતી કરતા આકાશ પંચાસરાએ ઉશ્કેરાઇને તમામને કેમ્પસની બહાર નીકળી જવા કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેઓનાં સિનિયર કોમલબેન અડાલજાએ તમામને કામ પરથી કાઢી નાંખવાનો આદેશ કર્યો હતો. જ્યારે કોમલબેન અડાલજા તથા આકાશભાઈ પંચાસરાએ અમારી પાસેથી દર મહિને એક એક હજારની માંગણી કરેલી હતી. પરંતુ અમે ટૂંકા પગારધોરણ માંથી આપી શકી તેમ ન હતા. તેવો પણ અરજીમાં આક્ષેપ કરેલો છે.

તેઓ બંને અધિકારીઓ જનુની સ્વભાવના હોઈ અરજદાર તેમજ છૂટા કરેલ અન્ય યુવાનો ઉપર હુમલો કરશે કે કરાવશે તેવો ડર પણ વ્યક્ત કર્યો છે. ત્યારે અન્ય એક વર્કર રાકેશભાઈ મકવાણાએ તેઓને જતિથી અપમાનિત કરી નોકરી પરથી કાઢી મૂક્યો હોવાની અરજી પણ લખતર પોલીસમાં આપી છે. આ તમામ યુવાનોએ લખતર પોલીસમાં રૂબરૂ આવીને પોતાની રજૂઆત કરી હતી.

સીધી વાત: કોમલ અડાલજા, GWIL સવાલ: આપે કેટલા વર્કરોને છૂટા કર્યા? કોમલ અડાલજા: તંત્રએ એજન્સી ને કામ આપેલું છે. અમે વર્કરો ને છુટા કરેલ નથી.વર્કરોને કોન્ટ્રાકટર જ છૂટા કરી શકે. સવાલ: જાનથી મારી નાંખવાની ધમકી આપેલ છે તે બાબતે શું કહેવું છે? કોમલ અડાલજા: આવી કોઈ ધમકી આપેલ નથી. સવાલ: આપે વર્કરો વિરુદ્ધ શું લખીને આપ્યું? કોમલ અડાલજા: તંત્રને લોકોએ બાનમાં લીધું અને બીજા માણસોને કામે ન આવવા ઉશ્કેર્યા અને 3500 ગામોને પાણી પહોંચાડવામાં વિક્ષેપ કર્યાનું લખીને આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...