તંત્ર સામે ભારે રોષ:લખતરAPMCમાં ડાંગરની ખરીદીમાં તંત્રે ગલ્લા-તલ્લા કરતાં ખેડૂતોમાં રોષ

લખતર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
અધિકારીઓની ખેડૂતો, ચેરમેન સાથે વાટાઘાટો. - Divya Bhaskar
અધિકારીઓની ખેડૂતો, ચેરમેન સાથે વાટાઘાટો.
  • તંત્રે ખરીદી માટે મૂકેલા કર્મચારી ક્વોલિફાઇડ નથી : APMC ચેરમેન

લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસની ખુલ્લી હરરાજી ધામધુમથી ચાલી રહી છે. તેવામાં ડાંગરની ખરીદી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવે તેવી માંગ એપીએમસી ચેરમેનની આગેવાની હેઠળ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે તંત્ર દ્વારા થોડા સમય બાદ ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ખરીદી શરૂ કરવામાં આવ્યા બાદ જાણે શું વાંધો પડ્યો? કે તંત્ર દ્વારા બીજા જ દિવસે ડાંગરની ખરીદી કરવામાં ગલ્લા-તલ્લા કરવામાં આવ્યા હતા. જેના કારણે ત્રીસેક કી.મી. દૂરથી સવારથી ડાંગર લઈને વહેંચવા આવેલ ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

મળતી માહિતી અનુસાર ખેડૂતો દ્વારા લાવવામાં આવેલી જણસમાં કચરો (ડાંખળ) હોવાનાં કારણે તંત્ર દ્વારા ખરીદી કરવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તાલુકામથકથી ત્રીસેક કી.મી. દૂર આવેલ વિઠલાપરા ગામનાં મહાદેવભાઈ ધનજીભાઈ નૈત્રા તેમજ કલ્યાણપરા ગામનાં મેટાલીયા કિરીટભાઈ જગાભાઈએ જણાવ્યું કે તંત્ર દ્વારા અમને જણસ લઇ લખતર એપીએમસીએ આવવા માટે જણાવવામાં આવ્યું હતું.

જેને કારણે અમો ત્રીસ-ત્રીસ કી.મી. દૂરથી વહેલી સવારથી જણસ લઈને આવ્યા છીએ. તો હવે તંત્ર દ્વારા બહાના બતાવી અત્યારે મોડી સાંજ સુધી હજી અમારી જણસની ખરીદી કરવામાં આવી નથી. મળતી માહિતી અનુસાર લખતર એ.પી.એમ.સી. ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા તેમજ ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે સાંજે આ અંગે વાટાઘાટો શરૂ થઇ હતી. જેમાં ખેડૂતોએ તાત્કાલિક અમારી જણસ ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી છે. લખતર એપીએમસીના ચેરમેન હિતેન્દ્રસિંહે જણાવ્યું કે સવારથી ખેડૂતો આવ્યા છે. અને તંત્ર દ્વારા ખરીદી માટે મુકવામાં આવેલા કર્મચારી આ ખરીદી અંગે ક્વોલિફાઇડ નથી. માત્ર બી.કોમ.ભણેલા જ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...