વરસાદ:ડેરવાળા ગામમાં પાક નુકસાની અંગે આવેદન અપાયું

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાનાં ડેરવાળા ગામનાં ખેડૂતો દ્વારા લખતર પંથકમાં વરસાદના કારણે પંથકમાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. અને આ પાણીથી ખેતરોમાં ઊભા મોલને નુકશાન થતાં ખેડૂતો દ્વારા વવાયેલ તલ, એરંડા, કપાસ અને જૂવાર-બાજરા ના પાકો નષ્ટ થયાનું જણાવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે.

આ આવેદનપત્ર ની નકલ જિલ્લા કલેકટરને મોકલ્યાનું પણ વધુમાં જણાવવામાં આવેલ. આમ સરકાર દ્વારા તમામ ખેતરોનું સર્વે કરાવી બનતી ત્વરાએ સરકાર દ્વારા મળતી સહાય અપાવવા જણાવાયું છે. આ આવેદનપત્ર લખતરખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર અર્ચનાબેને સ્વીકારી યોગ્ય કરવા ઉપલી કચેરીને મોકલી આપવામાં આવશે તેમ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...