તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી:લખતરમાં મેલેરિયા ન વકરે તેના માટે આગોતરું આયોજન

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર શહેરમાં મેલેરિયા ન વકરે તેના માટે આગોતરું આયોજન કરાયુ હતુ. - Divya Bhaskar
લખતર શહેરમાં મેલેરિયા ન વકરે તેના માટે આગોતરું આયોજન કરાયુ હતુ.
  • આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ

લખતર શહેરમાં મેલેરિયાના કેસો ન નોંધાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરીની શરૂઆત કરાઈ છે. આ કામગીરીમાં કર્મચારીઓની ટીમ ઘરે ઘરે જઈને તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરી કામગીરી આરંભી દીધી છે.

હાલમાં ચોમાસુ હજી ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે. ત્યારે લખતરમાં થોડો થોડો વરસાદ પણ નોંધાયો છે. જેના કારણે અમુક વિસ્તારોમાં પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયેલા છે. જે ખાબોચિયામાં મચ્છરો થવાથી મેલેરિયા ફેલાવાની દહેશત ઉભી થાય તે પહેલાં જ લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ રાઠોડ અને વણા પીએચસીના મેડિકલ ઓફિસર ડો.હાર્દિક ઉપાધ્યાયની રાહબરી હેઠળ તાલુકા મલેરિયા સુપરવાઈઝર નિરવભાઈ પંચોલી તથા તેમની ટીમ દ્વારા એન્ટિલારવલ એક્ટિવિટી (પોરાનાશક દવાઓ)ની કામગીરી શરૂ કરાઈ છે. જેમા ગંદા પાણીથી ભરાયેલા ખાબોચિયામાં બળેલું ઓઇલ નાંખવું, ઘરે ઘરે જઈને ટાંકીઓમાં તપાસ કરી તેને લગતી કાર્યવાહી સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. આમ, આરોગ્ય તંત્ર દ્વારા શહેરમાં મલેરિયાના કેસો વધતા અટકાવી શકાય તે માટે આગોતરું આયોજન કરી કામગીરીની શરૂઆત કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...