કાર્યવાહી:લખતરના હાઇવે લૂંટકેસમાં ગેડિયા ગેંગનો આરોપી ઝબ્બે

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • પાટણ કોર્ટમાંથી લખતર લવાયો
  • 2020-21માં પ્લાસ્ટિકના ​​​​​​​દાણા- સીંગદાણાની ચાલુ વાહને લૂંટનો ગુનો નોંધાયો હતો

લખતર પંથકમાં હાઇવે રોબરી કરતી ગેંગનો એક આરોપીને પકડવાનો બાકી હતો. આ આરોપી પાટણ જિલ્લાના ગુનામાં જેલની સજા કાપી રહ્યો હોવાની માહિતી લખતર પોલીસને મળી હતી. આથી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા લખતર પોલીસ લાવીને આરોપી દ્વારા કરાયેલા ગુનાની વધુ તપાસ હાથ ધરી હતી.

લખતર પંથકમાં 2020-21ના વર્ષમાં પ્લાસ્ટિકના દાણા અને સીંગદાણાની ચાલુ વાહને કરેલી લૂંટનો ગુનો નોંધાતા આરોપીઓ ઝડપાયા હતા. પરંતુ આરોપી પાટડી તાલુકાના ગેડિયા ગામના ઇમરાન ઉર્ફે ચમચી ઉર્ફે ભમરીયો જમાલભાઈ ડફેરની શોધખોળ કરવા છતાં તે મળી આવ્યો ન હતો. ત્યારે લખતર પોલીસ સ્ટાફને જાણકારી મળી હતી કે ભમરીયો હાલ અન્ય ગુના સબબ પાટણ જિલ્લાના સુજનીપુર જેલમાં સજા કાપી રહ્યો છે.

આથી લખતર પોલીસના એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા કોર્ટની કસ્ટડીમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ભમરીયાનો કબજો લઈ લખતર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. અને કોર્ટની ગાઈડ લાઈન મુજબ તપાસ શરૂ કરતાં આવા ગુના કરી ભાગતા ફરતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...