કાર્યવાહી:લખતરમાં દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીઓ સુરેન્દ્રનગરની જેલ હવાલે

લખતર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર પોલીસ દ્વારા બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન વોચ રાખી રાજસ્થાનથી દારૂ ભરી નીકળેલી સ્વિફ્ટ કાર સાથે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. તેઓનાં રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા. લખતર પીએસઆઇ એમ.કે. ઈશરાણી તથા લખતર પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ તરફથી સફેદ કલરની સ્વિફ્ટ કારમાં પરપ્રાંતીય વિદેશી દારૂ ભરીને આવતી હોવાની બાતમી મળતાં તાલુકાનાં વિઠ્ઠલાપરા બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી સફેદ કલરની સ્વિફ્ટ કાર પસાર થતા તેને ઊભી રાખી હતી.

તેમાં તપાસ કરતા તેની અંદર રૂ. 1,17,600ની કિંમતનો વિદેશી દારૂની બોટલો, ચપટા, પાઉચ નં.1248 મળી આવ્યા હતા. આ બનાવમાં રાજસ્થાન ઝાલોરના કારચાલક અશોકકુમાર પાંચારામ, ક્લિનર હરીશ રાજારામ પરમારને 2,73,100ના મુ્દામાલ સાથે ઝડપ્યા હતા. આરોપીઓને લખતર કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માગણી કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પૂર્ણ થતાં આરોપીઓને સુરેન્દ્રનગર જેલ હવાલે કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...