દુર્ઘટના:ટ્રેક્ટર-ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત, 2 ઇજાગ્રસ્ત

લખતર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લખતર-વિરમગામ હાઇવે પર

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે પર વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે ગુરુવારે આ હાઇવે ઉપર જ્યોતિપરા નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સાકર ગામનાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડાયા હતા.

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે પર દિવસે ને દિવસે અકસ્માતોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમાં તા.7 ઓકટોબર 2021ના રોજ આ હાઇવે ઉપર જ્યોતિપરા ગામનાં પાટિયા પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં રહેલા રસિકભાઈ નારાણભાઈ ધોળકીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો તેઓની સાથે રહેલા અન્ય 2 વ્યક્તિ જગદીશભાઈ સુંદરભાઈ મેણિયા તથા હંસાબેન રસિકભાઈ ધોળકીયાને ઇજા પહોંચતા લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરનાં તબીબે પ્રાથમિક સારવાર આપી બંનેને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...