હાલાકી:વણા ગામ પાસે ધ્રાંગધ્રા શાખા કેનાલની બંને સાઈડના રસ્તા પર બાવળોનું રાજ

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકોને સામેથી આવતંુ વાહન ન દેખાતાં અકસ્માતનો ભય રહે છે

લખતર તાલુકાના વણા ગામ નજીકથી પસાર થતી નર્મદા ધ્રાંગધ્રા શાખા કેનાલ બંને તરફ રસ્તો બનાવવામાં આવ્યો છે. જેની આસપાસ હાલ બાવળોના ઝુંડનું સામ્રાજ્ય ફેલાયુ છે. આ રસ્તે બાવળોને લીધે રસ્તેથી ચાલીને નીકળવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે આ રસ્તા પરથી વાહનો લઇને જતા સામેનું વાહન ન દેખાતા અકસ્માતનો ભય રહે છે.

વણા ગામ નજીકથી નર્મદાની ધ્રાંગધ્રા શાખા નહેર પસાર થાય છે. અને આ કેનાલની બંને બાજુએ સરકારી નિયમો મુજબ તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવ્યા છે. આ રસ્તા પર બાવળોનું સામ્રાજ્ય છવાતા અહીંથી પસાર થતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે વાહનચાલકોને સામેથી આવતુ વાહન ન દેખાતા અકસ્માતનો ભય રહે છે. આ અંગે વણાના ખેડૂત ખાતેદાર હકુભાએ જણાવ્યું કે સરકારી નિયમો મુજબ તંત્ર દ્વારા રોડ પર આવી ગયેલા બાવળોનું કટીંગકામ નિયમિતરીતે કરાવવાનું હોય છે. જેના માટે નર્મદા વિભાગમાં પણ આ કામો માટેની જોગવાઇ હોય છે. તો પછી ક્યાં કારણોસર આ બાવળોનું કટિંગ કેમ નહીં કરાવાતું હોય તેવા સવાલો લોકોમાં ઊભા થાય છે. આ અંગે ધ્રાંગધ્રા શાખા નહેરના કાર્યપાલક ઇજનેર પરમારભાઈ જણાવ્યું કે જંગલ કટિંગ માટે કેનાલની બાજુએ બનાવેલ રોડના વિભાગ ઓ એન્ડ એમ દ્વારા આ કામ કરવાનું હોય છે. અને તે માટે એજન્સીએ કાર્યવાહી કરવાની હોય છે જે ચોમાસુ વીત્યે શરૂ થનાર છે.

અન્ય સમાચારો પણ છે...