તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઓળક - છારદ રસ્તે બે કાર અને ટ્રેક્ટર વચ્ચે ત્રિપલ અકસ્માત, જાનહાની નહીં

લખતર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લખતર વિરમગામ હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે આ રસ્તે આવેલ ઓળક અને છારદ ગામ વચ્ચે બુધવારે બે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મળતી માહિતી મુજબ ઓળક ગામે ખેતરે કામ કરી પિતા પુત્ર ગામે ટ્રેકટર લઇ પરત જતા હતા. તે દરમિયાન ઓળક અને છારદ ગામ પાસે પાછળથી આવતી કાર ટ્રેક્ટરને ઓવર ટેક કરવા દરમિયાન સામેથી આવતી કારથી બચવા જતા ટ્રેક્ટર સાથે અથડાઇ હતી. જ્યારે સામેથી આવતી કાર પાસેના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.

જ્યારે અકસ્માતમાં ટ્રેક્ટર સવાર પિતાપુત્ર કલાભાઇ ભાણાભાઇ રાઠોડ, પ્રવિણભાઇ કલાભાઇ રાઠોડ ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવની 108ને જાણ થતા લખતર 108 પાયલોટ જયપાલસિંહ રાણા અને ઇએમટી દાજીભાઇ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં બંન્ને ઇજાગ્રસ્તોને લઇ લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જઇ સારવાર અપાઇ હતી. જ્યારે આ બનાવમાં કોઇ જાન હાની થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો