તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસક્યૂ:લખતરના વિડમાં પેટા કેનાલમાં પડેલા અજગરને રેસક્યૂ કરાયો

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજગર 6 મહિનાથી કૂંડીમાં હોવાની ચર્ચા

લખતરથી પાંચેક કી.મી. દૂર આવેલી વિડની જગ્યામાં પેટા કેનાલની કૂંડીમાં અજગર હતો. જેના કારણે ઢોર ચરાવવા આવતાં માલધારીઓને ડર લાગતો હતો. જેથી લખતર આરએફઓને ધ્યાને આવતા તેઓએ રેસ્કયું ટીમ બોલાવી અજગરને રેસ્ક્યુ કરી તેને અનુકૂળ જગ્યાએ છોડી મૂક્યો હતો.

લખતર પાસેનાં વીડમાં સોગઠીયા દાદાની જગ્યાએ જવાના રસ્તાની નજીકમાં નર્મદાની પેટા કેનાલ આવેલી છે. આ પેટા કેનાલની કૂંડીમાં છેલ્લા 6 મહિનાથી અજગર હોવાનું ત્યાં માલઢોર ચરાવવા આવતાં માલધારીઓએ જણાવ્યું હતું. અને તેનો વીડિયો ફરતો થયો હતો.

ત્યારે લખતર રેન્જ ફોરેસ્ટ ઓફિસરે આ વાતને ધ્યાને લઈ સુરેન્દ્રનગર વાઈલ્ડ લાઇફની ટીમને વાત કરી હતી. અને આરએફઓ એમ.પી.પરમારના માર્ગદર્શન હેઠળ રેસ્કયુ ટીમનાં દર્શનભાઈ સોની, નરેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ડોડીયા તથા જુનેજભાઈ માંકડ લખતર આવી પહોંચ્યાં હતાં.

અને આ દર્શનભાઈ સોનીએ કેનાલની કૂંડીમાં ઉતરીને અજગર(પાયથન)ને બહાર કાઢી રેસક્યુ કર્યું હતું. બાદમાં તેને તેની અનુકૂળ જગ્યામાં છોડી મૂકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...