તંત્રને જગાડવામાં સફળ:લખતર-લીંબડી સ્ટેટ હાઇ-વે પર ભયજનક વળાંકનું બોર્ડ મૂકાયું

લખતર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખતર-લીંબડી સ્ટેટ હાઇવે ઉપર લખતર તાલુકામથકથી દેવળીયા તરફ જવાના રોડ ઉપર ભયજનક વળાંક ઉપર કોઈ સાઈન કે સૂચન બોર્ડ ન હોવાના કારણે અકસ્માતો થઈ રહ્યા હતા. જે અંગે અહેવાલ બાદ તંત્ર દ્વારા સૂચન બોર્ડ મુકવામાં આવ્યું છે. લખતર-લીંબડી સ્ટેટ હાઇવે ઉપર લખતર તાલુકાના દેવળીયા તરફ જવાનાં રસ્તે તલવણી ગામથી થોડે દૂર એક ભયજનક વળાંક છે.

જે વળાંકમાં તંત્ર દ્વારા કોઈ સૂચન કે સાઈન બોર્ડ મુકવામાં આવ્યું ન હતું. જેને લીધે અનેક નાના અકસ્માતો સર્જાતા હતા. ત્યારે થોડા સમય પહેલા આ વળાંકમાં અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું હતું. જે અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. તેમાં આ વળાંક ઉપર કોઈ સૂચન કે સાઈન બોર્ડ ન હોવાનાં કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તંત્રએ કાર્યવાહી કરી હતી. અને આ હાઇવે ઉપર વળાંકમાં તંત્ર દ્વારા ભયજનક ગોળાઈ છે તેથી વાહન ધીમે ચલાવો તેવું બોર્ડ મૂકવામાં આવ્યું છે. આમ, દિવ્યભાસ્કર ફરી એકવાર તંત્રને જગાડવામાં સફળ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...