તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:લખતરના ઓળક નજીકથી બાવળ સાથે લટકતી લાશ મળી

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજય પાલિયા - Divya Bhaskar
સંજય પાલિયા

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર લખતર તાલુકા મથકથી દસેક કીમી દૂર લખતર તાલુકાનું ઓળક ગામ આવેલું છે. તાલુકાનાં ઓળક ગામ નજીક આવેલી ખોડિયાર હોટેલ નજીકનાં જંગલમાં શનિવારે બપોરે એક શખસની લાશ બાવળ સાથે લટકતી જોવા મળી હતી. જેથી ગ્રામજનોએ લખતર પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મૃતકના ખિસ્સામાંથી પાકીટ મળતા તેમાં રહેલા આધારકાર્ડના આધારે આ મૃતક સુરેન્દ્રનગરનાં 25 વર્ષના સંજયભાઈ કાળુભાઇ પાલિયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે લખતર પોલીસે કાર્યવાહી કરી મૃતકની લાશને લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રખાતે પોસ્ટ મોર્ટમ માટે પહોંચાડી હતી. આ કેસની વધુ તપાસ લખતર પોલીસનાં એન.પી.ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...