તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રી સશક્તીકરણ:51 વર્ષ પહેલાં સ્ત્રી સશક્તીકરણની શરૂઆત લખતરમાં થઈ હતી

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 51 વર્ષ પહેલાં શરૂ થયેલ ગર્લ્સ હાઇસ્કૂલનો આજે જન્મદિન

હાલમાં સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે. ત્યારે આજથી 51 વર્ષ પહેલાં લખતર શહેરમાં સ્ત્રી સશક્તિકરણને ધ્યાને લઈને ગામનાં આગેવાનો દ્વારા શ્રી શક્તિ મહિલા મંડળની સ્થાપના કરી મહિલાઓ માટે પગભર થવા માટે અભ્યાસ અને આર્થિક રીતે કુટુંબને મદદરૂપ થાય તે માટે ગર્લ્સ હાઈસ્કૂલની શરૂઆત કરી હતી.જે આજે વિકસીને વિધાર્થિનીઓ માટે જ હાયર સેકન્ડરી સુધી ફૂલી ફાલીને હાલમાં પણ લખતર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની સેંકડો બાળાઓને શિક્ષણ પૂરું પાડે છે.

લખતરમાં થોડા વર્ષોથી નહીં પરંતુ આજથી 51 વર્ષ પહેલાં મહિલા ઉત્કર્ષ માટે ગામનાં આગેવાનો ગામના આગેવાનો સર્વે શ્રી જદૂવીરસિંહજી ઝાલા, દશરથભાઈ રાવલ તેમજ બાબુભાઇ આચાર્ય દ્વારા શ્રી શક્તિ મહિલા મંડળની સ્થાપના કરાઈ હતી. મંડળના પ્રમુખ તરીકે ચંદ્રકુંવરબા રાણા હતા. તો મંત્રી તરીકે કૃષ્ણકુમારી રાણા હતા. આમ શ્રી શકિત મહિલા મંડળની સ્થાપના કરી સૌપ્રથમ મહિલાઓને પગભર કરવા અંબર ચરખા કેન્દ્રથી શરૂઆત કરી હતી. 51 વર્ષ પહેલાં આજનાં દિવસે એટલે કે14.6.1971ના રોજથી લખતરમાં શક્તિ મહિલા મંડળ સંચાલીત શ્રી શક્તિ સંસ્કાર તીર્થ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના લખતર બ્રહ્મ સમાજની ભોજન શાળામાં શરૂ કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા 1976માં શરૂ કરવામાં આવેલ નવી શિક્ષણનીતિ 10+2મુજબ હાયર સેકન્ડરી પણ લખતરની સરકારી હાઈસ્કૂલને બદલે મહિલા મંડળ સંચાલિત હાઈસ્કૂલને મળ્યું છે. જેમાં વિધાર્થિનીઓને શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...