તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:43 ગામડાઓનાે લખતર તાલુકાે ફાયર બ્રિગેડની સુવિધાથી વંચિત

લખતર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગતિશીલ ગુજરાતના તાલુકાઓમાં પરિસ્થિતિ વિપરીત
 • 1 લાખની વસ્તી ધરાવતા તાલુકાનાં ગામોમાં ક્યાંય પણ આગ લાગે તો સુરેન્દ્રનગરથી ફાયર ફાઈટર બોલાવવું પડે છે

લખતર તાલુકામાં ઇમરજન્સી સુવિધા ગણાતી એવી ફાયર બ્રિગેડની સુવિધા ક્યાંય જોવા મળતી નથી. જો ક્યાંય આગ લાગે ત્યારે જિલ્લા મથકેથી ફાયર બ્રિગેડ બોલાવવું પડે છે. જેને આવતાં ક્યારેક વાર લાગે તો મોટી જાનહાનિ થવાની પૂર્ણ શક્યતાઓ રહે છે. તો તાલુકાને ફાયર બ્રિગેડની સુવિધા મળે તેવી લોક માંગણી છે.

ગતિશીલ ગુજરાત અને ગુજરાતને વિકાસના મોડેલ રૂપ ગણાવીને રાજ્ય સરકાર દ્વારા જાહેરાતો પાછળ મસમોટા અને ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓમાં પરિસ્થિતિ કંઇક વિપરીત જ જોવા મળી રહી છે. હાલ તાલુકા કક્ષાએથી લઈને રાજ્યમાં મોટી મોટી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટરો કાર્યરત છે. ત્યારે કોવિડ સેન્ટરોમાં આગ લાગવાની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે.

43 ગામડા અને લગભગ એકાદ લાખની વસ્તી ધરાવતા લખતર તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા જ નથી. આ તાલુકામાં ક્યાંય પણ આગનો બનાવ બને તો સુરેન્દ્રનગરથી ફાયર બ્રિગેડ બોલાવવી પડે છે. ત્રીસેક કી.મી. દૂરથી ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં આગ વિકરાળ બની જાનહાની સર્જે તેવી પણ સંભાવનાઓ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો