અકસ્માત:લખતર નજીક કારને અકસ્માત નડતાં 4 વ્યક્તિને ઇજા પહોંચી

લખતર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખતર-વિરમગામ સ્ટેટ હાઇ-વે ઉપર અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ હાઇ-વે પર તા.13-5-22ને મોડી રાત્રે પસાર થતી ગાડીને અકસ્માત નડતાં 4 વ્યક્તિને ઇજા થઇ હોવાની માહિતી મળી હતી. લખતર-વિરમગામ સ્ટેટ હાઇ-વે પર રોજબરોજ નાના-મોટા અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. આ હાઇ-વે જાણે અકસ્માત માટે જાણીતો બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

ત્યારે તા.13-5-22ને શુક્રવારના રોજ મોડી રાત્રે લખતર તરફ જવા નીકળેલી કાર રોડની સાઈડમાં ઉભેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલ ચારેક વ્યક્તિને ઇજા પહોંચી હોવાની માહિતી જાણવા મળી હતી. તો ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...