દુર્ઘટના:લીલાપુર પાસે બાઈક સાથે 2 યુવક કેનાલમાં ખાબક્યા: એકનો બચાવ

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેમાનને મુકીને મિત્ર સાથે યુવાન ગામ પરત ફરતો હતો
  • પાછળ બેઠેલા મિત્રને તરતાં આવડતું હોઇ તે બચી ગયો

લખતર તાલુકાના લીલાપૂર ગામના માલધારી પરિવારને ત્યાં મહેમાન આવતા તેમને મુકવા બાઇક લઈ યુવાન લખતર ગયો હતો. ત્યાંથી તેના મિત્ર સાથે પરત ફરતાં ગમે તે થયું અને બાઇક સાથે બંને યુવાન કેનાલમાં પડી ગયા હતા. જેમાં એક યુવાનને તરતા આવડતુ હોવાથી જાન બચાવી નીકળી ગયો હતો. જ્યારે અન્ય એક યુવાનને ગોતવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

લખતરના લીલાપૂર ગામનો ગોપાલ કરશનભાઇ ભરવાડ તેને ત્યાં આવેલા મહેમાનને મુકવા બાઇક લઈ લખતર ગયો હતો. ત્યાંથી બાઇક લઇને લીલાપૂર પાછો વળતા તેની સાથે તેનો મિત્ર જયદીપ જોષી હતો. ત્યારે તા. 13-12-2020ને રવિવારે અંદાજે બપોરે 3 કલાકે લીલાપૂર થોડું દૂર હતું ને ગમે તે થયું બાઇક નર્મદાની કેનાલમાં ઉતરી ગયું. પાછળ બેઠેલા મિત્ર જયદીપ કૂદકો મારી કેનાલમાં પડ્યો અને તરતાં આવડતું હોઈ તે કિનારે આવી ગયો હતો. ગામલોકો મોટી સંખ્યામાં બનાવની જગ્યાએ એકઠા થઇ ગયા હતા. અને ગોપાલની શોધખોળ આરંભી હતી. શોધખોળ દરમિયાન બાઇક મળી આવ્યું અને ગોપાલની કોઇ ભાળ મળી ન હતી. ઉલ્લેખનીય છે કે ગોપાલના પિતા કરશનભાઇ ભરવાડનું મોત પણ અકસ્માતે થયું હતું. જ્યારે તેનો એક ભાઈનું પણ નદીમાં અકસ્માતે મોત નીપજ્યું હતું. ત્યારે આ બનાવમાં ગોપાલનો હજુ સુધી કોઇ પત્તો ન ગમગીની ફેલાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...