અસામાજિક તત્ત્વોનો ત્રાસ:2 વોશ બેઝિનના નળ તોડી નાખ્યા: મુસાફરોને પરેશાની

લખતર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર એસટી બસ સ્ટેન્ડમાં નળો તોડી નાખ્યા. - Divya Bhaskar
લખતર એસટી બસ સ્ટેન્ડમાં નળો તોડી નાખ્યા.
  • લખતર ST સ્ટેન્ડમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ

લખતર એસટી બસ સ્ટેન્ડ પરિસરમાં ફરીવાર અસામાજિક તત્ત્વો દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે. જેમાં બસ સ્ટેન્ડના સેનિટેશન વિભાગમાં કોઈ હરામખોરો દ્વારા નુકસાન કરવામાં આવ્યું હોવાથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો. ચારેક વર્ષ પહેલા જ રૂ. 2 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ લખતર એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે. પરંતુ આ બસ સ્ટેન્ડ બન્યું ત્યારથી જાણે કોઈની નજર લાગી હોય તેવો ઘાટ સર્જાયેલો છે.

બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું તે જ દિવસે રાત્રીના સમયે બસ સ્ટેન્ડના કાચ ફોડી નાખવામા આવ્યા હતા. ત્યાં થોડો સમય બાદ અસામાજિક તત્ત્વોએ બસ સ્ટેન્ડનાં સેનિટેશન વિભાગમાં એક્ઝોસ ફેન અને અન્ય નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ત્યારબાદ બસ સ્ટેન્ડમાંથી ચાર-પાંચ વાહન પણ ચોરી થયાના બનાવો બન્યા હતા. ત્યારે હવે ફરી એકવાર લખતર બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોના નિશાને ચડ્યું હોય તેવો ઘાટ સર્જાયેલો છે. લખતર બસ સ્ટેન્ડના સેનિટેશન વિભાગમાં 2 વોશ બેઝિન આવેલા છે. તે બંને વોશ બેઝિનનાં નળો કોઈ હરામખોરો દ્વારા તોડી નાખવામાં આવતા મુસાફરોમાં રોષ ફેલાયો છે. જેના લીધે મુસાફરોને પરેશાની વેઠવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...