કાર્યવાહી:લખતરમાં 2 બિયરના ટીન અને છરી સાથે 2 આરોપી પકડાયા

લખતર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર, બિયર સહિત રૂ. 5.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

લખતર પોલીસ દ્વારા ચેકીંગ દરિમયાન એક કારની ડેકીમાંથી 2 બિયરના ટીન, છરી સાથે બે આરોપીઓને પકડ્યા હતા. ત્યારે કાર, મોબાઈલ સહિત રૂ. 5.10 લાખનાં મુદ્દામાલ પોલીસે જપ્તો કર્યો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂ અને જુગારની બદીઓને ડામવા સૂચન આપવામાં આવી છે. ત્યારે લખતર પીએસઆઇ એમ.કે. ઈશરાણીનાં માર્ગદર્શન હેઠળ લખતર પોલીસનાં કમલેશભાઈ, મનોજભાઈ, નરેન્દ્રગિરિ રાત્રીનાં સમયે લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચેકીંગમાં ઉભા હતા.

તે સમયે કારની તપાસ માટે ઊભી રાખી ત્યારે ગાડીની ડેકીમાંથી બિયરના બે નંગ ટીન મળી આવ્યા હતા. ત્યારે પોલીસે ગાડીમાં રહેલા મુકેશજી અમૃતજી ઠાકોર અને વિષ્ણુજી કાંતિજી ઠાકોરને ઝડપી લીધા હતા. આ બનાવમાં રૂ. 200ની કિંમતના બે નંગ બિયર ટીન, રૂ. 50ની છરી, રૂ. 10,000ની કિંમતના 2 મોબાઇલ તેમજ રૂ. 5,00,000ની કિંમતની કાર સહિત કુલ રૂ. 5,10,250નો મુદામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...