ચોરી:લખતરના વિઠ્ઠલગઢ ગામે 1.86 લાખની મતાની ચોરી

લખતર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખતર-વિરમગામ હાઈવે પર આવેલ વિઠ્ઠલગઢ ગામે એક ઘરમાં તસ્કરો ત્રાટકયા હતાં. જેમાં મોટી માત્રામાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાની માહિતી જાણવા મળી હતી. આ ઘર નિવૃત્ત શિક્ષકનું હોવાનું બહાર આવ્યું હતું.

વિઠ્ઠલગઢથી કલ્યાણપરા જવાના રસ્તે નવા પ્લોટ વિસ્તારમાં ઘરમાં ચોરી થઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ સંજયભાઈ ચતુરભાઈ પરમારે ચોરી અંગેની ફરિયાદ લખતર પોલીસમાં નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર તેઓનો પરિવાર છેલ્લા થોડા દિવસોથી બહાર ગયો હતો. ઘરની દીવાલ કૂદી મુખ્ય દરવાજાનું તાળુ તોડી લોખંડની તિજોરીનું લોક ચાવી વડે ખોલી સોના ચાંદીનાં ઘરેણાં, સોનાની ચેઇન, નાની-મોટી વીંટી, સેટ, ચાંદીનાં ઝેર, છડા, ઝૂડો કિં.રૂ.1,35,000 તથા કાંડા ઘડિયાળ અને રોકડ રકમ રૂ.50,000 મળી કુલ રૂ.1,86,000ના મુદ્દામાલની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની તપાસ લખતર પીએસઆઇ એમ.કે.ઈશરાણી ચલાવી રહ્યા છે. ફરિયાદ નોંધાતા બીજા દિવસે ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...