મુશ્કેલી:ઈંગરોડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ 110, ક્લાસરૂમ 2

લખતર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંડેર જેવા ઓરડા પાડી દેવાયા પછી બન્યા જ નહીં

ઈંગરોડી પ્રાથમિક શાળાના ઓરડા થોડા સમય પહેલાં ખંડેર હોવાના કારણે પાડી દેવાયા હતા. ત્યાર બાદ આ જગ્યા જેમની તેમ જ છે. શાળાના 110 વિદ્યાર્થી માટે માત્ર 2 જ રૂમ હોવાથી બેસવાની મુશ્કેલી પડે છે. આ અંગે સરપંચ અને ગ્રામજનોએ લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીને સાથે રાખી ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષણના સચિવ વિનોદ રાવને લેખિત રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા અનુસાર અવારનવાર તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવા છતાં ખૂટતા રૂમો મંજૂર કરાતા ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું છે.

તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા પણ વિનંતિ કરાઈ છે. ધારાસભ્ય સોલંકીએ જણાવ્યું કે 110 વિદ્યાર્થી માટે માત્ર 2 જ રૂમો છે. તેમાં પણ ઘણો બધો ભાગ સામાનથી ભરેલો છે. શાળાનું બિલ્ડિંગ બનાવવા માટે રજૂઆત કરી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણ સચિવે અગ્રતાના ધોરણે શાળા બનાવી આપવા હૈયાધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...