તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોનું વાવેતર:ગામથી સીમમાં મંદિરે જવાના રસ્તાની આજુબાજુ 1001 વૃક્ષોનું વાવેતર કરાયું

લખતર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલસાણા ગામે પુણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો યોજાયાે

લખતર તાલુકામથકથી 20 કી.મી. દૂર તાલુકાનું તલસાણા ગામ આવેલું છે. આ ગામમાં બે એક હજારની વસ્તી વસવાટ કરે છે. આ ગામનાં નાગરિક સ્વ.રાજેન્દ્રસિંહ જીવુભા ઝાલાની બીજી પુણ્યતિથિ નિમિતે તેમના પુત્રો અને પૌત્રો દ્વારા ગામમાં ત્રિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામની ત્રણેક હજારથી વધુ ગાયોને અંદાજે 200 મણ જેટલી લીલી કડબ નાંખી ચારો આપ્યો હતો. ગામની સીમમાં આવેલ સતિ માંના મંદિર તથા તલસાણીયા મહાદેવ મંદિર જવાના રસ્તાની આસપાસમાં 1001 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

તેમજ સુરેન્દ્રનગર સી.યું.શાહ મેડિકલ કોલેજના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ પણ ઝાલા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં 54 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સ્વ.રાજેન્દ્રસિંહ ઝાલાનાં પુત્ર કિશોરસિંહ રાણાએ પણ પિતાની પુણ્યતિથિએ રકતદાન કરી પિતાને અનોખી શ્રધ્ધાંજલિ અર્પી હતી.

આમ, તલસાણા ગામનાં પરિવારે મોભીની પુણ્યતિથિએ આવું સરાહનીય કાર્ય કરીને સમાજમાં નવી રાહ ચીંધી જોવા મળે છે.

તાવીના યુવાને પિતાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે 600 વૃક્ષનું વાવેતર કર્યું લખતર તાલુકાનું છેલ્લું તાવી ગામ આવેલું છે. ત્યારે આ ગામનાં યુવાન અને લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ રાણાનાં પિતા સ્વ.મહેન્દ્રસિંહ રાણાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ તા.4-7-21ને રવિવારના રોજ તાવી ગામનાં મોક્ષધામમાં 600 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. અને આ વૃક્ષો વાવીને તેને ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો. અને આ સમયે સમગ્ર તાવી ગામનાં યુવાનોએ સાથે મળીને વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને તેને ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ગામનાં યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...