અકસ્માત:લખતર-વઢવાણ હાઇ-વે પર અકસ્માતમાં 1નું મોત

લખતર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખતર-વઢવાણ સ્ટેટ હાઇ-વે ઉપર કારે એક્ટિવાને અડફેટે લેતા સવારના સમયે અકસ્માત થતા લખતરનું દંપતી ખંડિત થયું હતું. જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુરૂષને સુરેન્દ્રનગર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.તા.25-7-22ના રોજ સવારમાં આ રોડ ઉપર લખતરથી વઢવાણ વચ્ચે લખતરના ઝમર નજીક કારે એક્ટિવાને અડફેટે લેતા બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક્ટિવા પર સવાર લખતરના ભગવતીબેન જગદીશભાઈ જોષીનું ઘટનાસ્થળ ઉપર મૃત્યુ થયું હતું. ત્યારે જગદીશભાઇ જોશીને ઇજા થતાં સુરેન્દ્રનગર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં ભગવતીબેનની લાશને લખતર સરકારી દવાખાને લાવી પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે તેમના પરિવારે ચક્ષુદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ તેમનું ચક્ષુદાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...