તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધ્રાંગધ્રામાંથી ચોરીના બાઇક સાથે સાણંદનો 1 ઝબ્બે, 1નું નામ ખૂલ્યું

ધ્રાંગધ્રા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બે બાઇક કબજે લઇ વધુ ચોરી ઉકેલાવાની શક્યતાને ધ્યાને લઇ પુછપરછ હાથ ધરી છે. - Divya Bhaskar
બે બાઇક કબજે લઇ વધુ ચોરી ઉકેલાવાની શક્યતાને ધ્યાને લઇ પુછપરછ હાથ ધરી છે.
 • પોલીસ ટીમે હળવદ રોડ પરથી વોચ ગોઠવી હતી

ધ્રાંગધ્રામાંથી અલગ અલગ સ્થળેથી બાઇક ચોરીના બનાવના આરોપી અંગે ચોક્કસ બાતમીના આધારે પોલીસે હળવદ રોડ પર વોચ ગોઠવી હતી. જ્યાં શંકાસ્પદ લોકોને ઉભા રાખી તપાસ કરતા બાઇક ચોરીના હોવાનુ જણાતા બે શખ્સોને ઝડપી પડાયા હતા. જ્યારે તેમની પાસેથી બે બાઇક કબજે લઇ વધુ ચોરી ઉકેલાવાની શક્યતાને ધ્યાને લઇ પુછપરછ હાથ ધરી છે. ધ્રાંગધ્રા સીટી પીઆઇ બી.એમ.દેસાઇ અને પોલીસ ટીમે ધનિષ્ટ તપાસ હાથ ધરતા ચોરીના બાઇક સાથે શખ્સો પસાર થવાની બાતમીના આધારે હળવદ રોડપર વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બાઇક લઇ નિકળતા શખ્સને ઉભો રાખી પુછપરછ કરતા તેની પાસેથી બાઇકના કાગળ મળી આવ્યા ન હતા.

આથી સાણંદના મૌરૈયાના પીન્ટુભાઇ કેસાભાઇની વધુ પુછપરછ માં તેમણે મિત્ર સાણંદના મૌરૈયાના રહિશરાહુઇભાઇ વિનોદભાઇ મકવાણા સાથે મળી ધ્રાંગધ્રા શહેરમાંથી બાઇક ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. આથી પોલીસે બંન્ને શખ્સ સહિત બે બાઇક કબજે લઇ ગુનો નોંધી વધુ ચોરીના ભેદ ઉકેલાવાની શક્યતા ધ્યાને લઇ વધુ પુછપરછ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં સીટી પોલીસના યુવરાજસિંહ, દશરથભાઇ, અશોકભાઇ, વિક્રમભાઇઅને સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો