તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:કેસ વધતા ધ્રાંગધ્રામાં સાંજના 6 વાગ્યા બાદ બંધ પાળવાનો સ્વૈચ્છિક નિર્ણય

ધ્રાંગધ્રા9 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના કેસ વધતા ધ્રાંગધ્રાના વિવિધ એસોસિએશન દ્વારા મેડીકલ શોપ, દૂધ શોપ સિવાયની તમામ દૂકાનો તા.5-4-2021 થી 12-4-2021 સુધી સાંજના 6 બાદ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વધતા કેસને ધ્યાનમાં લઈને લોકોના હિત ધ્રાંગધ્રાના દરેક એસોસિએશનની સંમતીથી તા.5-4-2021થી 12-4-2021 સુધી ધ્રાંગધ્રા શહેરની તમામ દુકાનો સાંજના 6 વાગ્યા થી બંધ રાખવાનો નિર્ણય કરેલો છે. જેથી દરેક કરીયાણા, રેડીમેઈડ કાપડ, શાકમાર્કેટ, જનરલ સ્ટોર, બેકરી, ફર્નિચર, હાર્ડવેર, હોટેલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણી, થેલાવાળા, વાસણ, ઈલેકટ્રોનીકસ, ઈલેક્ટ્રિક, પ્લાસ્ટિક, સ્ટેશનરી, કટલેરી, સ્વીટમાર્ટ-ફરસાણ, મોબાઇલ શોપ, બૂટ-ચંપલ, હેરશલુન, પાનના ગલ્લા, ચાની લારી-હોટેલ, ઠંડાપીણાની દૂકાનો, ઓટોમોબાઈલ સ્પેરપાર્ટસ, ગેરેજ, પંચર, ફર્ટીલાઈઝર, સુતર-દોરડા, ઘડીયાળી, તથા અન્ય બાકી રહેતા તમામ દૂકાનોના વ્યાપારીઓ સાંજના 6 વાગ્યા પછી ધંધા-રોજગાર બંધ રાખી સાથ-સહકાર આપ અને વધતા કોરોના કેસની ચેઈન તોડવા મદદરૂપ બનવા વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો