તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ઘાટન:જિલ્લામાં એકમાત્ર ધ્રાંગધ્રામાં આર્મી જવાન, ખેડૂતની પ્રતિમાનું અનાવરણ

ધ્રાંગધ્રા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂત જગતનો તાત છે, આર્મી જવાન રક્ષક છે : I.K.જાડેજા
 • રાજકમલ અને શક્તિચોકમાં ઉપસ્થિતોને માસ્કનું વિતરણ કરાયું

ધ્રાંગધ્રાની મેઇન બજારમાં આવેલા રાજકમલ ચોક અને શક્તિ ચોકમાં ધ્રાંગધ્રાના પથ્થરમાંથી બનાવેલા આર્મી જવાન અને કિશાનની પ્રતિમા બનાવાઇ હતી. જેનું આર્મીના અધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિતિમાં લોકાપર્ણ કરાયુ હતુ.

ધ્રાંગધ્રા શહેરની મેઇન બજારમાં આવેલ શક્તિ ચોક અને રાજકમલ ચોકમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. જેનું લોકાર્પણ કાર્યક્રમ શુક્રવારના રોજ યોજાતા આર્મિના કેન્ટોમેન્ટના બ્રિગેડીયર એન્ટોની ગ્રોસી, કર્નલ એન.કે.સીંગ, ડેપ્યુટી કમાન્ડર એસ.કે.કુમારના હસ્તે અનાવરણ કરતા જણાવ્યુકે ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આર્મિ જવાન અને કિશાની પ્રતિમા ગૌરવ સમાન છે.જ્યારે 50 મુદા અમલીકરણ સમિતિ ચેરમેન અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યુ કે કિશાન એ જગતનો તાત છે જ્યારે આર્મિ જવાન અને આપણા રક્ષક છે માટે આમ તેમને સન્માન આપવામાં આવ્યુ છે. આ પ્રસંગે સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, નગરપાલિકા પ્રમુખ ધીરૂભા પઢીયા, ઉપપ્રમુખ ગાયત્રીબા મનોહરસિંહ રાણા, ચીફઓફિસર રાજુભાઇ શેખ, કારોબારી ચેરમેન રફીકભાઇ ચૌહાણ, શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા તથા દરેક વોર્ડના સુધરાઇ સભ્યો અને સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતો. જ્યારે ઉપસ્થિત તમામ લોકોને કોરોનાથી રક્ષણ માટે માસ્ક અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો