ધરપકડ:અઢી લાખની લૂંટ કરનારા 2ને મફતિયાપરામાંથી ઝડપી પાડ્યા

ધ્રાંગધ્રા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા-હળવદ રોડ પર કરિયાણાના વેપારીને લૂંટ્યો હતો

ધ્રાંગધ્રા-હળવદ રોડ પર કરીયાણાના વેપારીને આંતરી બાઇક પર આવેલા 2 શખસે રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે વેપારીએ અઢી લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે લૂંટના ગુનામાં સંડોવાયેલા 2 શખસને શહેરના મફતિયાપરામાંથી દબોચી લીધા હતા. તેમની પૂછપરછમાં લૂંટ કરી ફરાર થઇ ગયા હોવાનું કબૂલ્યું હતું.

ધ્રાંગધ્રા-હળવદ રોડ ઉપર તારીખ 5 જુલાઇના રોજ કરિયાણાના વેપારી પોતાની દુકાન બંધ કરી એક્ટિવા ઉપર દુકાનો વકરો લઈને પોતાના ઘરે જતા હતા. ત્યારે ઘર પાસે 2 શખસ મોટર ઉપર આવી વેપારીનું એક્ટિવા ઊભી રાખી થેલામાં રહેલી રોકડની લૂંટ ચલાવી હતી.

આ બનાવની વેપારીએ ફરિયાદ નોંધાવતા ડીવાયએસપી આર.બી.દેવધાએ સિટી પોલીસને ઝડપી કાર્યવાહી કરવાની સૂચના આપ હતી. આથી સિટી પીઆઈ એ.એચ.વાઘેલા અને સ્ટાફે ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન કોન્સ્ટેબલ દશરથભાઈ ધાધંર, યુવરાજ સિંહ સોલંકીને મળેલી બાતમી અને લૂંટના બનાવમાં સીસીટીમાં જોવા મળતા બંને શખસો ધાંગધ્રામાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

આથી ખાનગી રાહે તપાસ કરી મફતીયાપરામાં રેહતા વિજયભાઈ ઘનશ્યામભાઈ પાટડિયા અને ગેલાભાઈ રણછોડભાઈ મેવાડાને ઝડપી પાડ્યા હતા. તેમને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ હાથ ધરી હતી.

બંન્ને આરોપીઓએ પહેલા અમે કોઈ લૂંટ નહી કર્યાનું રટણ ચાલુ રાખ્યું હતું. પરંતુ પોલીસની આગવી ઢબે પૂછપરછમાં આરોપીઓએ લૂંટની કબૂલાત કરી હતી કે લૂંટ કરી ફરાર થઈ ગયાની કબૂલાત કરી હતી. જ્યારે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...