અકસ્માત:ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇ-વે પર બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતાં 2નાં મોત

ધ્રાંગધ્રા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટડીના ઓડુ ગામના 2 ભાઇ શક્તિ નગર દર્શન માટે જતાં હતાં

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર અવાર નવાર અકસ્માતના બનાવ બને છે. ત્યારે આ રોડ પરથી પાટડી તાલુકાના ઓડુ ગામે રેહતા 2 ભાઈ શકિતનગર દર્શન માટે જતા હતા. દરમિયાન ધ્રાંગધ્રા હરીપર પાસે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા 2 ભાઈનાં મોત નિપજ્યાં હતા.પાટડી તાલુકાના ઓડુ ગામે રહેતા વાસુદેવભાઇ ઠાકોર અને સુખદેવભાઇ ઠાકોર બન્ને ભાઇ શક્તિ નગર રામાપીરના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા.તેઓ ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર હરીપર પાસે સવારમાં 11 વાગ્યાની આસપાસ બાઈક લઈ પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બન્ને ભાઈને ગંભીર ઈજા થતા વાસુદેવભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અકસ્માતના સમાચાર મળતા એલએનટી પેટ્રોલિંગ વાનના વિક્રમસિંહ પરમાર, ભાવેશભાઈ શાહ ઘટના સ્થળે પહોંચી 108ને જાણ કરી હતી. આથી વનરાજસિંહ રાઠોડ અને જયસુખભાઈ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જયાંથી સુરેન્દ્રનગર ખાતે વધુ સારવાર માટે લઇ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન સુખદેભાઈ ઠાકોરનું પણ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માતના સમાચાર મળતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસના જગદીશભાઈ ઘટનાસ્થળે દોડી જઈને વાહન સાઈડમાં ખસેડી અકસ્માત અગેની ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...