તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નવલગઢ નજીક ત્રિપલ અકસ્માત, 3ને સામાન્ય ઈજા, કાર, જીપ અને છકડો અથડાયાં, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

ધ્રાંગધ્રા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર રાતના સમયે કાર, જીપ અને છકડા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પણ કોઈ જાનહાની ન થતા રાહત થઈ હતી. ત્યારે અકસ્માતમાં અંદાજે ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ હતી ત્યારે અકસ્માતના બનાવની પોલીસ ચોપડે કોઇ નોંધ કરવામાં આવી નથી. ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર નવલગઢ પાસે પ્લાઇવુડના કારખાના પાસે રાતના બોલેરો, સ્વીફટ તેમજ છકડો રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાનાં નવલગઢ પાસે ત્રિપલ અકસ્માતની ધટના રાત્રિના સમયે બની હતી. બોલેરો ગાડી, સ્વફટ ડીઝાઈર અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં છકડો રિક્ષા રોડની સાઈડમાં પલટી ખાઈ ગઇ હતી. જયારે બોલેરો અને સ્વિફટ ગાડીને નુકશાની થઇ હતી. જયારે ત્રણ ડ્રાઈવરોની સુજબુજથી મોટી દુર્ઘટના ટળી હતી. કોઈ પણ જાનહાની થઇ નહી ને અંદાજે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઇ હતી. ત્યારે અકસ્માતના બનાવને પોલીસ ચોપડે કોઈ નોંધ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો