દુર્ઘટના:ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર હરીપર પુલ પર 2 ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને તરફ વાહનોની લાઈનો. - Divya Bhaskar
બંને તરફ વાહનોની લાઈનો.
  • બન્ને સાઈડ વાહનોની​​​​​​​ 5 કિલોમીટર​​​​​​​ લાઈન લાગી, 5 કલાકની મેહનત બાદ ટ્રાફિક ક્લિયર થયો

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર હરીપર રેલવે લાઇન પર પુલ બનાવમા આવ્યો છે. જેમાં સીંગલ લાઈન હોવાથી પુલ પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત થતા વાહનોની અવર જવર બંધ થઈ હતી. આથી બન્ને સાઈડ વાહનોની પાંચ કીલોમીટર લાઈન લાગતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ અને એલએન્ડટી સ્ટાફ ધસી જઈ 5 કલાકની મેહનત બાદ ટ્રાફિક ક્લિયર થયો હતો. ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર હરીપર રેલવે ફાટક ઉપર એક માત્ર પુલ ચાલે છે. ત્યારે ફોર લેન હાઈવે પર પુલ અને આસપાસ એક માર્ગીય રોડ હોવાથી અવાર નવાર અકસ્માતના બનાવો બને છે. ટ્રાફિક જામની સમસ્યા રહે છે અને લોકો પરેશાન થઈ ગયા છે.

ટ્રાફિક જામનો સ્થાનિક રહીશ દ્વારા પોતાના કપડા ઉતારી અર્ધ નગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો.
ટ્રાફિક જામનો સ્થાનિક રહીશ દ્વારા પોતાના કપડા ઉતારી અર્ધ નગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો.

ત્યારે તા. 19 ઓકટોબરની વહેલી સવારે પુલ પર 2 ટ્રક અને બોલેરો કાર એમ 3 વાહન વચ્ચે અકસ્માતનો બનાવ બનતા વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતી. પુલ પર બન્ને ટ્રક ફસાઇ ગયા હતા. તેથી રોડની બન્ને સાઈડ વાહનોની 5 કીલોમીટર લાંબી કતારો લાગી હતી.

ત્યારે બનાવના સમાચાર મળતાં ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ એ.એમ.ગોરી, પ્રતાપસિંહ રાઠોડ, નીલેશભાઈ, વિરપાલસિંહ ઝાલા, ભરતસિંહ, હર્ષભાઇ, વિજયસિંહ, સોયબભાઈ, મદિનખાન મલેક, વિજયસિંહ, સુરેશભાઇ સહિતનો સ્ટાફ અને એલ એન્ડ ટીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને વાહનોને સાઈડમાં કરી વાહનોની અવર જવર ચાલુ કરાવી હતી. 5 કલાકની મહેનત બાદ ટ્રાફિક ચાલુ થયો હતો.

ટ્રાફિકજામનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ
ધ્રાંગધ્રા હાઈવે પર વારંવાર હરીપર પાસે ટ્રાફિકજામ થતો હોવાથી લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે ટ્રાફિકજામનો સ્થાનિક રહીશ દ્વારા પોતાના કપડા ઉતારી અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો. પોતાની વ્યથા જણાવી એલએન્ડટી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...