તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ધ્રાંગધ્રામાં ગૃહઉદ્યોગના નામે તમાકુ અને માવાનો કારોબાર

ધ્રાંગધ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ ચોરી અને લોકોના આરોગ્ય સાથે ચેડાં
  • લાઇસન્સ કે તંત્ર પાસે મંજૂરી પણ લેવાતી નથી

ધ્રાંગધ્રા પંથકમાં લાયસન્સ કે સરકારની મંજુરી વગર ગૃહઉધોગના નામે તમાકુ અને માવાનો ખુલ્લેઆમ કારોબાર ચાલે છે. ગૃહઉધોગના નામે ટેક્ષ ભર્યા વગર લાખોની ટેક્સ ચોરી સાથે લોકોના ઓરોગ્ય સાથે ચેડા કરાતી હોવાથીતંત્ર તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અને ધ્રાંગધ્રા તાલુકામાં ગૃહઉધોગના નામે રોકટોક વગર રોજના 3 લાખની વધુ માસલાના પેકિંગ બનાવાય છે. જેમાં ટેક્ષ ચોરી ઉપરાંત પ્લાસ્ટિકથી પર્યવારણને પણ નુકસાન થાય છે. આ અંગે જયદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે વેપારીઓ દ્વારા લોકડાઉનમાં ગૃહઉધોગના માવાના રૂ.25 વસુલવાયા હતા અને લાખોની કમાણી કરી હતી. એજ વેપારીઓ લાખો રૂપિયાનું ટર્નઓવર કરી અને ટેક્સ ચોરી કરે છે. આ અંગે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરાય તો લાખો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...