તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર, જાહેરમાં કચરો નાખનાર સામે કાર્યવાહી કરાશે

ધ્રાંગધ્રા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા પાલિકાની લોકો, વેપારીઓને અપીલ કરી

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને જાહેરમાં કચરો નાખવાની અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. ત્યારે નગરપાલિકા દ્વારા લોકો અને વેપારીને તકલીફ ન પડે તે માટે દરેક વોર્ડ અને બજારોમાં કચરા લેવા માટેના વાહનો વ્યવસ્થા કરવામાં આવી છે. આથી આ વાહનમાં કચરો નાખી શહેર સ્વચ્છ બનાવવા અપીલ કરાઇ છે.

ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા માટે 50 મુદા અમલીકરણ સમિતિના ચેરમેન આઈ.કે.જાડેજાએ ઝુંબેશ શરૂ કરી છે. તેને ધ્યાનમા લઈને નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા કચરાનું કલેક્શન કરવા માટે શહેરની મુખ્ય બજારોમાં સવારમાં 7થી 9 અને સાંજના 7થી 10નો કચરો લેવા નગરપાલિકાનું વાહન ફેરવવાનું આયોજન કર્યું છે. જ્યારે દરેક વોર્ડમાં એક વાહન કચરો લેવા ફરશે તેમાટેની વ્યવસ્થા કરી છે.

આ અંગે નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, ઉપપ્રમુખ રફીકભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણા, ચીફ ઓફિસર રાજુભાઈ શેખ સેનિટેશનના ચેરમેન મુન્નાભાઈ રબારી દ્વારા સંયુક્ત અપીલ કરીને જણાવ્યું છે કે લોકોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા નગરપાલિકાનો વાહનોમાં કચરો નાખવા અપીલ છે. જો કોઇપણ વેપારી કે લોકો જાહેરમાં કચરો નાખશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે નગરપાલિકા દ્વારા જપ્ત કરી કચરો નાખનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...