તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢમાં 2 મકાનમાંથી1.96 લાખની ચોરી

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તાળાં તોડી રોકડ, સોના- ચાંદીના દાગીના ચોરાયા

ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે ગરમીને લઈને મકાનને તાળાં મારી ધાબા અને ફળિયામાં લોકો સૂતા હતા. ત્યારે બે મકાનના તાળાં તોડી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ 1.96 લાખનો મુદામાલ ચોરી કરી લઈ ગયાની ધ્રાંગધ્રા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવઈ છે.ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે રહેતા બળદેવભાઈ રામજીભાઈ વીરાણી અને પાસે રહેતા રાજુભાઈ ઘરના રૂમને તાળાં મારી ધાબા પર અને ફળિયામાં સૂતા હતા.

આ દરમિયાન રાતના સમયે કોઈ અજાણ્યા શખસો રૂમના તાળાં તોડી બળદેવભાઈ રામજીભાઈ વીરાણીના ઘરમાથી કબાટમાં પડેલા રૂ. 75 હજાર રોકડા અને રૂ. 67,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા હતા. જયારે રાજુભાઈના ઘરના તાળાં તોડી રૂ.16,000 હજાર રોકડા અને રૂ. 38000ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા ગતા.

ત્યારે ઘરના લોકો સવારમાં ઉઠતા મકાન તાળાં તૂટેલા જોતા ઘરમા તપાસ કરતા ચોરી કરી લઈ ગયાનું જણાયું હતું. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઈ જી.કે.જાડેજા, જગદીશભાઈ, ભરતભાઈ અને માગીલાલ ઘટના સ્થળે દોડી જઈને ચોરી અંગેની ફરિયાદ નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ બનાવમાં કોઈ જાણભેદુ હોવાની પોલીસ શક્યતા સેવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...