યુવાનો દ્વારા લોકોને નવો રાહ ચીંધવામા આવ્યો:ધ્રાંગધ્રાના યુવાનો દ્વારા રોજ શ્રમ દાન કરી સ્વચ્છતા માટે સંદેશો આપે છે

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા યુવાનો દ્વારા શ્રમ દાન કરી શહેરમાં સ્વચ્છતા માટે જાગૃતા લાવવા માટ઼નું મીશન હાથ ધરી રહ્યા છે. - Divya Bhaskar
ધ્રાંગધ્રા યુવાનો દ્વારા શ્રમ દાન કરી શહેરમાં સ્વચ્છતા માટે જાગૃતા લાવવા માટ઼નું મીશન હાથ ધરી રહ્યા છે.
  • ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ બનાવા યુવાનો દ્વારા કામગીરી હાથ ધરાઈ

ધ્રાંગધ્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં ધ્રાંગધ્રાના યુવાનો ધ્રાંગધ્રાને સ્વચ્છ બનાવા માટે મીશન શરૂ કરવામાં અને રોજ સવારમાં ત્રણ કલાક યુવાનો શ્રમ દાન કરી અલગ અલગ વિસ્તારમાં કાર્યકરો લોકોને સ્વચ્છતા જાળવા માટે સમજાવે છે. આમ યુવાનો દ્વારા લોકોને નવો રાહ ચીંધવામા આવ્યો છે.

દેશ અને દુનિયામાં પર્યાવરણની જાળવણી, પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવાનુ પોતાના શહેરને હરીયાળી અને સ્વચ્છ બનાવા માટે એક લોક જાગૃતા માટે પ્રધાનમંત્રીએ આહવાન કર્યુ છે. ત્યારે ધ્રાંગધ્રામા યુવાનો દ્વારા શહેરને સ્વચ્છ સુંદર અને પ્લાસ્ટિક મુકત બનાવા માટે કાર્ય કરી અને ઝુંબશ યુવાનો શરૂ કરવામાં આવી છે.

રોજ સવારે બે કલાક ગામમાં શ્રમ દાન ઘણા સમયથી કરીને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ આવે અને બાગ-બગીચા અને જાહેર જગ્યાઓ સ્વચ્છ રહે. અને પ્લાસ્ટિક મુક્ત ધાંગધ્રા બને તેવા પ્રયત્નો કરવામાં આવે છે. સ્વચ્છતાના લોકોને સ્વચ્છ બનાવા માટે કચરો કચરા પેટીમાં નાખવો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સમજ ધ્રાંગધ્રા સ્વચ્છતા મિશન ગ્રુપ ઘણા સમયથી ધ્રાંગધ્રા શહેરમાં સ્વચ્છતાની જ્યોત જલાવી રહ્યું છે.

પ્લાસ્ટિક મુક્ત ભારત સ્વચ્છ અને સુંદર ભારત મોદીજીના સપનાને સાકાર કરવા શહેરના જાગૃત યુવાનો દ્વારા રોજ સવારે બે કલાક સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે. પોસ્ટરો, સ્ટીકરો, બેનરો સહિત લગાવી ધ્રાંગધ્રા યુવાનો જયદેવસિહ ઝાલા, શંભુભાઈ મિસ્ત્રી, જીતુભા ઝાલા, પીનાકીનભાઈ,મુળરાજસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ દેપાળા, હકુભા જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો દ્વારા સ્વચ્છતા મિશનની કામગીરી કરી લોકોને નવો રાહ ચીંધી ધ્રાંગધ્રાને સ્વચ્છ અને સુંદર બનાવા માટે એક મીશન શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...