તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ મહિલા દિનની ઉજવણી:રાજપરની મહિલાઓ રણમાં 1100 સોલર સિસ્ટમની મંજૂરી માટે અમેરિકા પહોંચી

ધ્રાંગધ્રા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વિશ્વ મહિલા દિન છે ત્યારે બદલાતા યુગમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની ખભેખભો મીલાવી દરેક ક્ષેત્રે આગળ નિકળતી જોવા મળી રહી છે. ત્યારે ધ્રાંગધ્રાના રાજપર ગામે પતિ અને પુત્ર, બે પુત્રી સાથે રહેતી મહિલા દેવુબેન જયતીભાઈ રાઠોડ રણમા 8 માસ ધોમધખતા તડકામા ઝુંપડુ બાધી રહી મીઠુ પકવાની મજુરી કામ કરતા હતા.જેમાં વર્ષે એક લાખનું મીઠુ પકવવા પાણી કાઢવા ડીઝલ પંમ્પ ખર્ચને કાઢતા 30 હજારની જ કમાણી થતી હતી.

આથી મહિલા અન્ય મહિલાઓ સાથે સોલાર વિશે માહિતી આપતા સેવા સંસ્થા પાસે ગઇ હતી. જ્યાં અમેરીકાથી સહાય મળે તેમ જણાવતા સેવા સંસ્થાની મદદથી મહિલાઓ અમેરીકા જઇ પોતાની બચતમાંથી ખર્ચ કરી યુનાઇ ટેડનેશન પહોંચી હતી. હાલ રણ વિસ્તારમા 1100 જેટલા સોલાર સીસ્ટમના સેટ નાખવામાં આવ્યા છે અને તેના દ્વારા મીઠુ પકવાનુ કામ કવામા આવે છે.આમ મુશ્કેલીઓનો સામનો કરી મહિલાઓ આગળ આવવા અગરીયા મહિલાની ગાથા પ્રેરણા આપે તેવી છે.

લખતરમાં કાયદો-વ્યવસ્થા અને વહીવટની જવાબદારી મહિલા અધિકારીઓના શિરે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. ત્યારે સરકારની સ્ત્રી સશક્તિકરણ સાચા અર્થમાં લખતર તાલુકામાં સાર્થક થતું જોવા મળે છે. તાલુકાનાં વહીવટી તંત્રની બાગડોળ સંભાળીને લખતર મામલતદાર ડો.પલક ત્રિવેદી ફરજ બજાવે છે. તો તાલુકાનાં કાયદા અને વ્યવસ્થાની જવાબદારી લઈ પીએસઆઇ હેતલ દેસાઈ ફરજ બજાવી રહ્યા છે. લખતર તાલુકાનાં તમામ વીજ પુરવઠાને લગતા પ્રશ્નો તેમજ સુવિધાઓ અને યોજનાઓ લોકો સુધી પહોંચાડી પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે કે.જે.પરમાર ફરજ બજાવી રહ્યા છે. હાલમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બની બખૂબી થી પોતાની ફરજ નિભાવી રહી છે. લખતર તાલુકામાં હાલમાં તાલુકાકક્ષાએ ચાર મહત્વનાં ગણાતા હોદ્દા એવામામલતદાર, પીએસઆઇ, ટીડીઓ અને નાયબ કાર્યપાલક ઈજનેર (પીજીવીસીએલ)માંથી ત્રણ ક્ષેત્રમાં મહિલા અધિકારીઓ હોવાથી લખતર તાલુકો 75 % મહિલાઓના હવાલે છે.

ઝાલાવાડમાં 700 યોગ શિક્ષકોને તૈયાર કરનારા મહિલા કોચનું સન્માન કરાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં નવા નવા યોગ શિક્ષકો મળે તે માટે યોગકોચ નીતાબેન હાર્દિકભાઈ દેસાઈ નિ:શુલ્ક કાર્ય કરી રહ્યા છે. ત્યારે તેઓએ ડિસેમ્બર-2020 તેમજ જાન્યુઆરી અને ફ્રેબ્રુઆરી-2021 એમ ત્રણ માસમાં 700 જેટલી બહેનોને યોગ ટ્રેનરને નિ:શુલ્ક તાલીમ આપીને યોગ શિક્ષક તરીકે તૈયાર કર્યા હતા. અને હાલમાં 80 જેટલા નિ:શુલ્ક યોગ કલાસ પણ ચલાવી રહ્યા છે. નીતાબેને જણાવ્યું હતુ કે, આગામી સમયમાં જિલ્લામાં 200 યોગકલાસ નિ:શુલ્ક ખોલવાનું મારૂ લક્ષ છે. આ ઉપરાંત આ મહિલા યોગકોચ યોગ, યજ્ઞ, આર્યોના 16 સંસ્કાર, સ્વીમીંગ જેવી વિવિધ કાર્ય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર છે. ત્યારે સુરેન્દ્રનગરમાં તા. 7-3-2021ને રવિવાર મોડી સાંજે સ્વંયપ્રભા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોગકોચ નીતાબેન દેસાઇનું આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડો.એમ.ડી.જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે દેવ્યાનીબેન રાવલ, હર્ષાબા ઝાલા,અરાધનાબા જયશ્રી દેસાઇ વગેરે ઉપસ્થિત રહી મહિલા દિવસ પર મંતવ્ય રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...