તપાસ:સંતાનો ન થતાં હોવાથી મહિલા ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પિતાને ત્યાં એક દિવસ પહેલાં જ આવી હતી
  • પોલીસે મહિલાની લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે પિયરમાં આવેલી મહિલાએ સંતાન નથતુ હોય તેના લીધે ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મહિલાના પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.જ્યાં લાશનો કબજો લઇ પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ધ્રાંગધ્રાના સોલડી ગામની સીમમાં આવેલી વાડીએ પિતાને ત્યાં આવેલા 29 વર્ષીય અનસોયાબેન મુકેશભાઈ કોળી રહે કોરડા વાળા પીયરે આવ્યા હતા. આ મહિલાના લગ્નને નવ વર્ષ થવા છતાં સંતાનો નહી થતા હોય તેથી મહિલા માનસીક તકલીફમાં હતી. તેને લઈને ધ્રાંગધ્રા કચ્છ રેલ્વે લાઇન પર સોલડી ગામ પાસે રેલ્વે નીચે પડતુ મુકી મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે પરીવાર જનોને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે મહિલા પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસનેઆ બનાવની જાણ કરતા એએસઆઈ મગનલાલ સોલકી અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતો.જ્યાં મહિલાની લાશનો કબ્જો લઈ ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. પોલીસે આત્મહત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...